તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેઠક:ધાનેરા તાલુકામાં પાણીના તળ ઉંચા લાવવા દૂધમંડળીના મંત્રીઓની બેઠક

ધાનેરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જડીયામાં બેઠક મળી, કૂવા રિચાર્જ કરવા માટે પૂર્વ ધારાસભ્યની તાકીદ

જિલ્લામાં પાણીના તળ ઉંડા જતાં ખેતરના પાણી બોર કે કુવા મારફત જમીનમાં પાણી ઉતારવા માટે ખેડૂતોને જાગૃત કરવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ધાનેરા ખાતે અર્બુદા યુવા ફાઉન્ડેશન દ્વારા આ કામ આગળ ધપાવવા માટે જડીયા ખાતે બનાસડેરીઓના મંત્રીઓની એક રવિવારે બેઠક યોજવામાં આવી હતી.

જડીયા ગામે રવિવારે ડેરીના મંત્રીઓની બેઠક યોજાઇ હતી. ધાનેરાના પૂર્વ ધારાસભ્ય અને બનાસડેરીના ડીરેકટર જોઇતાભાઇ પટેલ ખાસ હાજર રહ્યા હતા અને મંત્રીઓને ખાસ જણાવેલ કે જો ધાનેરા તાલુકાને સજીવન રાખવો હશે અને ડેરીમાં દૂધ લાવવું હશે તો પાણીની જરૂર પડશે. પરંતુ ધાનેરા તાલુકાના મોટાભાગના ગામડાઓમાં પાણી નથી તો દરેક ડેરીના મંત્રીઓ પોતાના ગામમાં પાણી વગર ફેઇલ થયેલા બોર કે કુવાઓ હોય તે સોધી લીસ્ટ બનાવીને તે કુવાઓમાં ખેતરના ચોમાસુ પાણી વાળવા માટે આ ધાનેરાના અર્બુદા યુવા ફાઉન્ડેશનની ટીમને જાણ કરે અને તે ટીમ દ્વારા ખેડૂતોને સમજાવીને તેમજ જે સરકાર દ્વારા કોઇ સહાય હશે તો તે દ્વારા અને ખેડૂતોની ભાગીદારીની આ કામ હાથ ધરવામાં આવે.

દૂધ મંડળી દ્વારા જો થાય તો સહાય પણ કરે. જેથી આ ભગીરથ કાર્ય આગળ વધે અને પેટાળમાં પાણીના તળ ઉંચા આવે. આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય અને બનાસડેરીના ડીરેકટર જોઇતાભાઇ પટેલ, તાલુકાના તમામ દૂધ મંડળીના મંત્રીઓ, ધાનેરા શીત કેન્દ્રનો સ્ટાફ તેમજ અર્બુદા યુવા ફાઉન્ડેશનના પ્રમુખ દિનેશભાઇ, મંત્રી જોઇતાભાઇ, દશરથભાઇ તેમજ પાલનપુરથી આવેલ હિરલબેન ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...