તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવા કાર્ય:ધાનેરાના અર્બુદા યુવા ફાઉન્ડેશન દ્વારા દર્દીઓ માટે નિ:શુલ્ક ટિફિન સેવા શરૂ

ધાનેરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ધાનેરામાં અર્બુદા યુવા ફાઉન્ડેશનની ટીમ દ્વારા ટિફિન સેવા આપવામાં આવી રહી છે. - Divya Bhaskar
ધાનેરામાં અર્બુદા યુવા ફાઉન્ડેશનની ટીમ દ્વારા ટિફિન સેવા આપવામાં આવી રહી છે.
  • હોટલો બંધ હોવાથી સંસ્થાના યુવાનો દર્દીઓ માટે આશીર્વાદરૂપ બન્યા

કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે ધાનેરામાં હોસ્પિટલોમાં આવતા દર્દીઓ તેમજ સગાઓને જમવા માટે હોટલો બંધ હોવાના કારણે ભારે મુશ્કેલી પડતી હોવાથી અર્બુદા યુવા ફાઉન્ડેશનની ટીમ દ્વારા તેમને નિ:શુલ્ક ટિફિન સેવા શરૂ કરતા સોનામાં સુગંધ ભળી છે. દર્દીઓ તેમજ તેમના સગાઓ હોસ્પિટલમાં રહેતા હોવાથી તેમને જમવાની અગવડ પડતી હતી અને તે બાબતે ધાનેરાના સેવાભાવી અર્બુદા યુવા ફાઉન્ડેશનના મિત્રો ભેગા મળીને ધાનેરાની હોસ્પિટલોમાં દાખલ થયેલા દર્દીઓ અને તેમના સાથે રહેલા લોકો માટે હોસ્પિટલમાં જ ટિફિન પહોંચાડવાની શરૂઆત કરવામાં આવી છે.

આ લોકો છેલ્લા 7 દિવસથી સવાર અને સાંજ બન્ને ટાઇમ હોસ્પિટલોમાં દર્દીઓને શુધ્ધ અને ગરમા ગરમ ભોજન આપી રહ્યા છે.આ અંગે ડો. વિમલ ત્રિવેદીએ કહ્યું કે પોતાના પરીવારના લોકો પણ નથી થતા તેવા સમયમાં આ ફાઉન્ડેશનની ટીમ ટિફિન સેવા આપે છે તે ખરેખર સાચી સેવા છે. હાલમાં હોટલો બંધ હોવાથી દર્દીઓને મુશ્કેલી પડતી હતી તેવા સમયમાં આ ટીમ દ્વારા સરસ અને પોષ્ટીક ભોજન આપે છે અને આ ભોજનથી તમામ લોકો પણ ખુશ છે. તેમજ ઘરથી ભોજન ન લાવતા સંક્રમણ પણ અટકે છે.’

અન્નદાન એજ મોટુદાન
‘દર્દીઓને ટિફિનમાં સવારે રોટલી-શાક, દાળ-ભાત તથા સાંજે ભાખરી-શાક, અને ખીચડી-કઢી આપવામાં આવે છે. જેમાં દાતાઓ દ્વારા દાન પણ આવી રહ્યું છે અને અન્ન દાન એજ મોટું દાન છે.’ દિનેશભાઇ પટેલ (પ્રમુખ-અર્બુદા યુવા ફાઉન્ડેશન)

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો