તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:ધાનેરા પ્રાંત દ્વારા જેટકોની જમીનની તપાસ

ધાનેરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારી મિલકતનું બારોબારિયું ન થાય તે માટે પ્રાંત અધિકારીએ કાર્યવાહી હાથ ધરી

ધાનેરા ખાતે વિવેકાનંદ વિદ્યાલયની સામે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશનનું બારોબારીયું કરતા હોવાના સમાચાર પ્રસિદ્ધ થતાં પ્રાંત અધિકારીએ ટીમને મોકલી આ બાબતે જેટકોના અધિકારીના જવાબો લેવામાં આવ્યા હતા અને તેઓએ પણ સરકારી મીલકત બારોબાર ન થાય તે માટે તજવિજ હાથ ધરી હતી. ધાનેરા ખાતે આવેલ સર્વે નં-163+164+165+194 પૈકી અને હાલનો સર્વે નં-30ની 2-42-81 ચો.મી.જમીન 1975 માં ગુજરાત ઇલેક્ટ્રીકસીટી બોર્ડ સબસ્ટેશન ધાનેરાના નામે કરવામાં આવી હતી અને ત્યાં 66 કે.વી. સબસ્ટેશન, કચેરી તેમજ ક્વાટર્સ આવેલા છે.

અને આ સરકાર દ્વારા ગુજરાત વિદ્યુત બોર્ડને ખાનગીકરણમાં રૂપાંતર કરેલ ત્યારે આ જમીન 2011 માં ગુજરાત ઇલેક્ટ્રીકસીટી બોર્ડ સબસ્ટેશન ધાનેરાના નામેથી ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશનના નામે ચડાવવામાં આવેલ. આ જમીનની ફરતે પહેલા કાંટાળી વાડ કરેલ હતી.

પરંતુ જેટકોના કેટલાક અધિકારીઓએ આ જમીનની બાજુમાં આવેલ સર્વે નં-38 વાળા બિલ્ડરની સાથે સાંઠ ગાંઠ કરીને તેનો એક ખુણો 5000 ફુટ જેટલો ટુકડો જે હાઇવે ટચ છે તે બારોબાર કરવામાં આવી રહ્યો હોવાથી લોકોને આ બાબતે જાણ થતાં અટકાવ્યો હતો.આ બાબતે ધાનેરા પ્રાંત અધિકારી દ્વારા ધાનેરા મામલતદારને તપાસના આદેશ આપતા આ બાબતે ધાનેરા મામલતદારની ટીમે તપાસ હાથ ધરી હતી અને જેટકોના અધિકારી કે.યુ. પટેલની પુછપરછ પણ કરાઈ હતી.

જેટકોના અધિકારી પાસેથી જવાબ લેવાયા
જેટકોના સર્વે નંબર 30ની જમીનના બારોબારીયા બાબતે અમોએ તપાસ કરી હતી અને અધિકારીની થાવર ખાતે પહોંચી તેમના જવાબ પણ લેવામાં આવ્યા છે અને ફરીથી આ જમીનની માપણી પણ કરવામાં આવશે. જેથી સરકારી જમીન સરકારના સાહસમા રહે તેમાં કોઇ ખોટું થશે નહી તેવું જણાવ્યું હતું.’- વી.જે.પટેલ (મામલતદાર)

આજે માપણી કરવામાં આવશે
આજે સોમવારે સર્વેયર દ્વારા માપણી કરાવવામાં આવશે અને જેટલી અમારી જેટકોની માલીકીની છે તેના ઉપર પ્રોટકશન દિવાલ બનાવવામાં આવશે.’: વિજય પરમાર (જેટકો અધિકારી, પાલનપુર)

અન્ય સમાચારો પણ છે...