તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદન:ધાનેરામાં પડેલી ગાડીનો જયપુર પોલીસે મેમો બનાવી દીધો, માલીકને મેસેજ કર્યો

ધાનેરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માલીકે પોતાના ગાડીના નંબર જેવી બીજી નંબર પ્લેટ લગાવીને ફરતા શખસો સામે કાર્યવાહી કરવા ધાનેરા પોલીસને લેખીતમાં ફરિયાદ કરી

ધાનેરામાં પડેલી ગાડીનો જયપુરમાં પોલીસે મેમો બનાવ્યાનો મેસેજ આવતાં ગાડી માલિક અચંબામાં પડી ગયા હતા.માલિકે પોતાના ગાડીના નંબર જેવી બીજી નંબર પ્લેટ લગાવીને ફરતા શખસો સામે કાર્યવાહી કરવા ધાનેરા પોલીસને લેખીતમાં ફરીયાદ આપી હતી. ધાનેરામાં રહેતા કુંપાભાઇ દાંનાજી પટેલ જીજે-08-સીસી-4745 નંબરની પોતાની ફોર વ્હીલર ગાડી ધરાવે છે અને તે પોતાના સિવાય કોઇને આપતા પણ નથી પરંતુ તેઓના મોબાઇલ ઉપર તા. 22 ઓગષ્ટ-2021 ના રોજ રાજસ્થાન પોલીસ દ્વારા જયપુર ખાતે 1000નો ચલણ (મેમો) બનાવેલ તેનો ઓનલાઇન મેસેજ આવ્યો હતો.

જો કે, થોડા જ ટાઇમમાં આ મેમો ભર્યાનો પણ મેસેજ આવતા તેઓ અચંબામાં પડી ગયા હતા કે પોતાની ગાડી ઘરથી ક્યાંય હલાવી પણ ન હોવા છતાં મેમાનો મેસેજ આવ્યો કઇ રીતે અને તે બાબતે મેસેજમાં આવેલ મેમા નંબરથી તપાસ કરવામાં આવતા તે મેમો જયપુર રૂરલ પોલીસ દ્વારા ટાન્ડાપુલિયા પાસે બનાવેલ હોવાનું જાણવા મળ્યું હતું. બીજી નંબર પ્લેટ લગાવીને ફરતા શખસો સામે કાયદેસર કાર્યવાહી કરવા માટે ધાનેરા પોલીસને લેખીતમાં ફરીયાદ આપી હતી અને તે પાવતીમાં દર્શાવેલ લાયસન્સ નંબર-GJ0506925309 અને તેમાં ડ્રાઇવરનું નામ ખિમસિંહ ભવાનસિંહ સામે કાર્યવાહી કરવા માટે જણાવ્યું હતું.

માલિક કુંપાભાઇ દાંનાજી પટેલએ જણાવ્યું હતું કે ‘મારી ગાડીના રજીસ્ટ્રેશનમાં મારો નંબર હોવાથી મને જાણ થયેલ છે પરંતુ જેને રજીસ્ટ્રેશનમાં મોબાઇલ નંબર નથી તેવા લોકોના નામે આવા મેમા બનતા હશે તો તેમને ખબર પણ નહી હોય.

અન્ય સમાચારો પણ છે...