તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:કંપની દ્વારા ખેતરોમાં પાઇપલાઇન નાખતાં આલવાડા ગ્રામજનો દ્વારા પ્રાંતને રજૂઆત

ધાનેરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કામગીરી 15 દિવસ સુધી બંધ રાખવા માટે રજૂઆત કરાઈ

HPCL પેટ્રોલીયમ કંપની દ્વારા તે ખેતરોમાં ઉભા પાકમાં દાદાગીરીથી પાઇપ લાઇન નાંખવાની હાથ ધરવામાં આવતા ખેડૂતોને ભૂખે મરે તેવા દિવસો આવ્યા હોવાથી આ બાબતે બુધવારે પ્રાંત અધિકારીને પાક કાપે ત્યાં સુધી પાઇપ લાઇન ન નાંખવા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.ખેતરમાં HPCL પેટ્રોલીયમ કંપની દ્વારા પાઇપલાઇન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવેલ હોવાથી ખેડૂતોના ખેતરમાં આ ચોમાસું જે થોડો પણ પાક બચ્યો છે તે નષ્ટ કરવાની કામગીરી કરવામાં આવી રહી હોવાથી આલવાડા ગામના સરપંચ તથા ગ્રામજનો દ્વારા બુધવારે ધાનેરા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.

આ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ‘15 દિવસમાં ખેડૂતોને પાક કાપવામાં આવે તેમ છે જેથી 15 દિવસ સુધીમાં જો કામગીરી બંધ રાખવામાં આવે તો ખેડૂતો તેમજ તેમના પશુપાલન માટે એક નવું જીવનદાન મળ્યું ગણાશે. જેથી આ કામગીરી 15 દિવસ સુધી બંધ રાખવા માટે રજુઆત કરી હતી તેમજ આ બાબત ધારાસભ્ય નથાભાઇ પટેલે પણ કલેકટરને મુલત્વી રાખવા માટે પણ ભલામણ કરી હતી. જેથી આ દુષ્કાળમાં ખેડૂતો પોતાના પરિવાર અને પશુપાલનને બચાવી શકે.’

અમે માત્ર 15 દિવસની મુદત માંગી છે
અમારા ગામના કેટલાક ખેતરોમાંથી HPCLની પાઇપલાઇન પસાર થાય છે અને ખેડૂતોએ તે કામગીરી કંપનીના અધિકારીઓને થોડા દિવસ બંધ રાખવા માટે ભલામણ કરેલ પરંતુ તેઓની તાનાશાહીથી ખેડૂતોના પેટ ઉપર પાટુ મારવાની પ્રવૃતિ કરતા હોવાથી અમારે આ આવેદનપત્ર આપવું પડેલ છે અને જો કામ ચાલું રહેશે તો અમો આ કામગીરી સ્થળે બેસીને વિરોધ નોંધાવીશું.’ દિનેશભાઇ પટેલ (સરપંચ આલવાડા)

અન્ય સમાચારો પણ છે...