તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ધાનેરા ખાતે 6 ડીસેમ્બરના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા 241 કરોડના ખર્ચે ધાનેરા તાલુકાને શુધ્ધ પીવાના પાણી આપવા માટેની યોજનાનું ખાતમુહૂર્ત કરાનાર છે. પરંતુ અગાઉ ધાનેરા તાલુકાની મુખ્ય સરકારી રેફરલ હોસ્પીટલને નવિન મકાન આપવાની અને સરાલ ગામને નવિન ગામતળ આપવા માટે જાહેરમાં આશ્વાસન આપવામાં આવેલ પરંતુ હજુ તે પુરું કરેલ નથી. જેથી કોંગ્રેસના લોકો આ યોજનાને પણ લોલીપોપ ગણાવી રહી છે.
ધાનેરામાં વર્ષો પહેલા શાહ નાનચંદ ગુલાબચંદ અને તેમના પરીવાર દ્વારા ધાનેરા તાલુકાના લોકોને આરોગ્યની સગવડ મળે તે માટે દવાખાનું શરૂ કરેલ અને ત્યાર પછી આ દવાખાનાને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફાળવ્યું હતું. જેથી દાતાઓએ આ વિશાળ જગ્યા અને બનાવેલ મકાનો સરકારને દવાખાનાના હેતુ માટે સુપરત કર્યા હતા. જેને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી અપગ્રેડ કરીને રેફરલ હોસ્પિટલ બનાવી છે. જેમાં રોજના 300 થી વધારે દર્દીઓ લાભ લઇ રહ્યા છે. પરંતુ જ્યારે ચોમાસુ આવે ત્યારે આ હોસ્પીટલના સ્ટાફ તેમજ દર્દીઓના જીવ તાળવે ચોટેલા રહે છે.
2015 તથા 2017ના પુર સમયે આ હોસ્પિટલમાં પુરના પાણી 7 ફુટ જેટલા ભરાયા હતા. બન્ને વર્ષે સ્ટાફ તથા દર્દીઓને મહા મુશ્કેલીથી બહાર લવાયા હતા. અને બે પુરના લીધે દિવાલો બેસી જવાના કારણે હોસ્પિટલના તમામ રૂમોમાં વરસાદ ચાલુ થતાં જ પાણી ટપકવા લાગે છે. જેના કારણે ફરજ પરના સ્ટાફ તેમજ દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
જેથી 2017 ના પુર વખતે ધાનેરા ખાતે હોસ્પીટલની આગળ જ મુખ્યમંત્રીએ આ હોસ્પીટલને અદ્યતન સુવિધાવાળી નવિન હોસ્પીટલ બનાવવા માટે આશ્વાસન આપ્યું હતું તેમજ સરાલ ગામે 2015 અને 2017 માં ડૂબમાં જતા સરકાર દ્વારા આ ગામને અન્ય જગ્યાએ વસવાટ કરાવવા માટે નક્કી કરી સરકાર દ્વારા પણ આ ગામને યોગ્ય જગ્યાએ ખસેડાશે તેવા બીજા અન્ય ગામોના લિસ્ટ પણ જાહેર કર્યા હતા. પરંતુ તેમાંનું એક પણ કામ આ ત્રણ વર્ષમાં થવા પામેલ નથી. જેથી લોકોને પણ મુખ્યમંત્રી ઉપરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે. કોંગ્રેસે સી.એમ નવીન કામગીરીને લોલીપોપ ગણાવી રહી છે.
પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.