રજૂઆત:ધાનેરા તાલુકામાં નવા વીજકનેકશનો માટે આઠ મહિનાથી ખેડૂતોને વલખાં

ધાનેરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મટિરિયલ ન હોવાથી ધારાસભ્ય નથાભાઇ પટેલે ઊર્જા મંત્રીને રજૂઆત કરી
  • બોર બનાવેલ ખેડૂતોને કનેકશન નહીં મળતા હાલત કફોડી બની

ધાનેરા તાલુકામાં વીજ કંપની દ્વારા પુરતી સુવિધા તેમજ મટિરીયલ પુરતા પ્રમાણમાં ન હોવાના કારણે ખેડૂતોને મુશ્કેલી ભોગવવાના દિવસો આવ્યા છે અને આ બાબતે ધાનેરા ધારાસભ્ય નથાભાઇ પટેલે ઉર્જા મંત્રીને લેખિતમાં રજૂઆતો કરી છે. મટિરીયલ ન હોવાના કારણે નવીન ડી.પી.ઓ ઉભી કરવામાં ન આવતા ખેડૂતોની મોટરો બળી રહી છે તેમજ ડી.પી.માં પુરતો પાવર ન મળતા મોટરો લોડ વધારે લેતી હોવાથી વીજકંપની દ્વારા ચેકિંગ કરાવીને ખેડૂતોને મોટા મોટા દંડ આપી રહ્યા છે.

ત્યારે બીજી તરફ નવા કનેકશનો માટે ખેડૂતોએ એસ્ટીમેન્ટ ભરીને પોતાના ખેતરોમાં 8-10 લાખના ખર્ચે બોર કરાવી દેવાયા છે ત્યારે 8 મહીનાથી બોર બનાવેલ ખેડૂતોને કનેકશન ન મળતા તેમની હાલત કફોડી બની છે. અને તેઓ દેવા તળે ડુબી રહ્યા છે. ધાનેરા ધારાસભ્ય નથાભાઇ પટેલે ઉર્જામંત્રીને ધાનેરા તથા દાંતીવાડા તાલુક માટે તાત્કાલિક ધોરણે મટિરીયલ પુરુ પાડીને ખેડૂતોને તાત્કાલિક કનેકશનો આપવા અને લોડ વધારાની ડી.પી. પુરી પાડવા માટે લેખિત રજૂઆત કરી છે.

ખેડૂતોએ વ્યાજે રૂપિયા લાવીને બોર બનાવ્યા
સરકારમાં ડીઝલના ભાવ વધારાથી ખેડૂતોને ખેતી કરવી મુશ્કેલ બની છે ત્યારે સાથે સાથે ખાતરના ભાવમાં તોતિંગ વધારો પણ કરી દેવામાં આવ્યો છે અને બીજી તરફ ખેડૂતોએ વ્યાજે રૂપિયા લાવીને બોર બનાવ્યા અને તેને આઠ મહિના થવા છતાં કનેકશનો અપાતા નથી. વી.કે.કાગ (પ્રમુખ કિસાન સંગઠન)

મે મહિનાથી વીજકનેકશનો આપવાના બાકી છે
ધાનેરા તાલુકામાં મે-2021 થી 87જેટલા ખેડૂતોના કનેકશનો આપવાના બાકી છે અને તેમજ 100 જેટલા ખેડૂતોને લોડ વધારાની ડી.પી.ઓ ઉભી કરવાની બાકી છે કેમકે આ કામ મટિરીયલ આગળથી આવતુ ન હોવાથી આ કામ ખોરંભે પડેલ છે માટે જો ઉપરથી મટિરીયલ આપવામાં આવે તો તમામ કામ તાત્કાલીક ધોરણે પૂર્ણ થાય તેમ છે.તેવું અધિકારીએ જણાવ્યું હતુ. દેવામાં ડુબી ગયા છીએ.

અન્ય સમાચારો પણ છે...