તંત્રની લાપરવાહી:ધાનેરા તાલુકામાં અધિકારીઓની રહેમ નજર હેઠળ ઇંટવાડાઓ ધમધમી રહ્યા છે

ધાનેરા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારી દંડ બાકી હોવા છતાં ફરીથી ઇંટવાડાઓ પાડવાની શરૂઆત કરાઇ

ધાનેરા તાલુકામાં ઇંટવાડાઓ બાબતે અનેક ફરિયાદો થતાં તાલુકા વિકાસ અધિકારીએ ભુસ્તર વિભાગની ટીમને સાથે રાખીને છ ગામોમાં ચાલતા ઇંટવાડાઓ ઉપર તપાસ હાથ ધરી હતી અને તેમને દંડ ફટકાર્યો હતો. છતાં એક પણ ઇંટવાડા માલિકોએ દંડ ભર્યા વગર બધી ઇંટો વેચીને ફરીથી ઇંટો પાડવાનું શરૂ કરતાં તંત્રની લાપરવાહી સામે લોકો અનેક સવાલ ઉઠાવી રહ્યા છે.

ધાનેરા તાલુકાના મોટાભાગના ગામડાઓમાં તળાવો તેમજ અન્ય ગૌચરની જમીનમાં મોટા પ્રમાણમાં ઇંટવાડાઓ પાડવામાં આવી રહ્યા છે. તે બાબતે અનેકવાર તાલુકા વિકાસ અધિકારીને રજૂઆતો થવા પામેલ હતી. જેથી થોડા મહિના પહેલા ઇંટવાડાઓની તપાસ કરીને પાડવામાં આવેલ ઇંટોના પંચનામા કરી ઇંટવાડા માલિકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી અને 10,99,376 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. પરંતુ તેને પણ સાતેક મહિના થવા છતાં એક પણ ઇંટવાડા માલિકએ એક પણ રૂપિયો ભર્યા વગર બારોબાર ઇંટ વેચી દેવા છતાં ખાણ ખનીજ વિભાગ કે તાલુકા પંચાયત દ્વારા કોઇજ કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી તે બાબતે અનેક સવાલો ઉભા થવા પામ્યા છે.

ઇંટવાડા માલિકોને 2013 માં પણ ઇંટો પાડવા બદલ દંડ આપવામાં આવેલ તે પણ હજુ સુધી બાકી છે તેમ છતાં તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી ન કરવામાં આવતા લોકો દ્વારા સીધા તંત્ર, સરપંચ અને તલાટી સામે પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે.

અન્ય સમાચારો પણ છે...