તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:ધાનેરામાં નવા પુલની બાજુમાં ફૂટપાથ નહીં બનાવતાં વિદ્યાર્થીઓને હાલાકી

ધાનેરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાળકોને રસ્તો બદલવા માટે ટ્રાફિકનો સામનો કરવો પડે છે

ધાનેરા ખાતે રેલ્વે પુલ બનાવવામાં આવ્યો પરંતુ તેના ઉપર પબ્લીક માટે કોઇ રસ્તો કે ફુટપાથ કે પછી સાઇડમાં સર્વિસ રોડ ન બનાવવાના કારણે લોકોને ભારે મુસ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે શાળાના બાળકોને રસ્તો બદલવા માટે ટ્રાફિકનો સામનો કરવો પડે છે.

ધાનેરામાં 32 કરોડના ખર્ચે બનાવેલ ચાર માર્ગીય પુલનું કામ અધુરું રહેતા અને જુનો પુલ તોડી નાંખવામાં આવતા લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં સર્વિસ રોડના ઠેકાણા ન હોવાથી તેમાં પડેલ ઉંડા ખાડાઓથી વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે અને આ રસ્તા ઉપર વિવેકાનંદ સ્કુલમાં 5000 જેટલા બાળકો છુટે ત્યારે આ વાહનો દ્વારા ઉડતા કિચડથી બાળકોના ડ્રેસ પણ ખરાબ થતા હોય છે અને ચાલવામાં પણ મુશ્કેલી પડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...