ધમકી:ધાનેરામાં યુવક પાસે 2 લાખના રૂ. 3.90 લાખ ખંખેરનારા ત્રણ વ્યાજખોરો સામે ફરિયાદ

ધાનેરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વ્યાજખોરોની ધમકીનો વધુ એક યુવક ભોગ બન્યો

યુવકે 2 લાખના રૂ. 3.90 લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરો ત્રાસ આપતા ત્રણ સામે ફરિયાદ નોંધાતા઼ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ધાનેરા ખાતે રહેલા દિનેશભાઇ સોનાજી નાઇ દ્વારા ત્રણ શખસો  પાસેથી 2 લાખ રૂપિયા ઉછીના લીધા હતા અને તેના વ્યાજ પેટે આ દિનેશભાઇએ રૂ.3.90 લાખ રૂપિયા ચુકવી દીધા છે તેમ છતાં મુડી તો હજુ બાકી છે. તેવા અરસામાં આ લોકડાઉન આવી જતાં દિનેશભાઇ નાઇનો ધંધો બંધ રહેતા તેઓએ આ ત્રણ મહીનામાં વ્યાજની ચુકવણી ન કરતા વ્યાજખોરો દ્વારા તેમના ઘરે જઇને મારી નાંખવાની તેમજ ઉપાડી જવાની ધમકીઓ આપતા હતા. પરંતુ તે દિનેશભાઇ ડરના માર્યા ફરીયાદ કરતા ન હતા.

પરંતુ પોલીસવડાએ તમામ લોકોને આવા લોકોના ડર રાખ્યા વગર ફરીયાદ આપવાનું જણાવતા દિનેશભાઇ નાઇએ આબીદશા અહેમદશા સાંઇ, અરાફત ઉર્ફે ભુરીયો મહેબુબશા સાંઇ અને પપ્પન સબ્બીરશા સાંઇ (તમામ રહે.ધાનેરા) સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આ શખસોને અગાઉથી પકડી લીધેલ હોવાથી તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અંગે પીઆઈ સમીરસિંહ ડાભીએ જણાવ્યું હતું કે અગાઉ જે વ્યાજખોરો સામે ફરિયાદ હશે કે અરજીઓ આવેલ હશે તે તમામની  કરાશે અને તેમાં જેટલા વ્યાજખોરો છે તેમની સામે કાયદાકીય પગલાં લેવા માટે પોલીસવડાએ સુચના આપતા આ કામગીરી હાથ ધરી છે.’

અન્ય સમાચારો પણ છે...