તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાયબર ક્રાઇમ:ધાનેરામાં નકલી ફેસબુક આઇડી બનાવી યુવતીના ફોટા મુકી દેતાં ચકચાર મચી

ધાનેરા16 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રામપુરા(વા) ગામના યુવક સામે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી

ધાનેરા તાલુકાના રામપુરા(વાઘપુરા) ગામે ગામના એક યુવક દ્વારા ખોટું ફેસબુક આઇડી ગામની યુવતીના ફોટા નીચે અભદ્ર લખાણ કરેલ હોવાથી આ યુવક સામે ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે. રામપુરા(વાઘપુરા) ગામના રમેશભાઇ શંકરાભાઇ પુરોહિતના પુત્ર નિમેશભાઇ દ્વારા પોતાના પિતાના નામે સિમ કાર્ડ મેળવીને તે ફોન વાપરતો હતો. અને તેણે તા.28 ડિસેમ્બર-2020 ના રોજ પોતાના મોબાઇલમાં માદેવ સોલંકી નામનું ફેસબુક એકાઉન્ટ બનાવ્યું હતું.

જેમાં પોતાના ગામની જ યુવતીના ફોટાઓ અપલોડ કરીને તે ફોટા નીચે અભદ્ર લખાણ લખેલ હોવાથી લોકોએ યુવતીના પિતાને આ બાબતે જાણ કરતાં યુવતીના પિતાએ પાલનપુર સાઇબર ક્રાઇમમાં 30-ડિસેમ્બરના રોજ અરજી કરી હતી. જેને લઇ સાઇબર ક્રાઇમ દ્વારા આ એકાઉન્ટ જે નંબર ઉપરથી બનેલ હતું તેના આઇ.પી. એડ્રેસના આધારે મોબાઇલ નંબર મેળવીને તપાસ કરતાં આ એકાઉન્ટ રમેશભાઈ શંકરાભાઇ પુરોહિતના પુત્ર નિમેશભાઇએ બનાવેલ હોવાનું જાણવા મળતા તપાસના આધારે યુવતીના પિતાએ નિમેશભાઇ પુરોહિત સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો