તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આદેશ:ધાનેરા પાલિકામાં ફરી કોંગ્રેસનું શાસન, 17 ને સસ્પેન્ડ કરવાના હુકમને હાઇકોર્ટે ફગાવ્યો

ધાનેરા22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગેરરીતિ મુદ્દે 17 નગરસેવકને મ્યુનિસીપાલિટી એડમિનીસ્ટ્રેશન કમિશ્નરે સસ્પેન્ડ કર્યા હતા
 • હાઇકોર્ટે હુકમ રદ કરતાં કોંગ્રેસ દ્વારા પદયાત્રા કરાઇ

ધાનેરા નગરપાલિકાના વિકાસના કામોમાં ગેરરીતિના મુદ્દે કોંગ્રેસના પ્રમુખ-ઉપપ્રમુખ સહીત 17 સભ્યોને 23 ડિસેમ્બરે સસ્પેન્ડ કરાયા હતા. પરંતુ હાઇકોર્ટે આ હુકમ રદ કરવામાં આવતા ફરી કોંગ્રેસમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.હાઇકોર્ટે હુકમ રદ કરતાં પદયાત્રા કરાઇ હતી. વિવિધ ગ્રાન્ટમાંથી કરેલ કામોમાં ગેરરીતી અને અનિયમિતતા આચરવામાં આવેલ હોવા બાબતે ગુજરાત મ્યુનિસીપાલિટી એડમિનીસ્ટ્રેશન કમિશ્નરમાં લેખીત અરજી કરવામાં આવી હતી.

જેને લઇ કોંગ્રેસના 17 સભ્યોને સસ્પેન્ડ કરવાનો હુકમ કરાતાં 17 સભ્યો હાઇકોર્ટના શરણે જતાં દોઢ મહીના પછી ન્યાય મળ્યો હતો અને હાઇકોર્ટ દ્વારા શુક્રવારે રાજ્યના મ્યુનિસીપાલિટી એડમિનીસ્ટ્રેશન અનુસંધાન પાના નં-3 કમિશ્નર રાજકુમાર બેનીવાલના હુકમને રદ કર્યો હતો અને તમામ સભ્યો તેમજ પ્રમુખ-ઉપપ્રમુખને ફરી પોતાના સ્થાને રાખવાનો હુકમ કરવામાં આવ્યો હતો. આ બાબતે ફરીથી તપાસ કરીને યોગ્ય હુકમ કરવા માટે પણ સરકારને જાણ કરી હતી. જેથી ધાનેરામાં ફરીથી કોંગ્રેસ સત્તા આરુઢ થવા પામી છે

. તેમજ જે કાર્યકારી પ્રમુખ હતા તેમને પણ રદ કરવામાં આવ્યા હતા.ન્યાય મળતાં કોંગ્રેસના સભ્યોએ પગપાળા બાધા પુરી કરીપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખ સહીતના 17 સભ્યોને ગુજરાત રાજ્યના મ્યુનિસીપાલિટી એડમિનીસ્ટ્રેશન કમિશ્નર રાજકુમાર બેનીવાલના હુકમથી સસ્પેન્ડ કરવામાં આવતા તેઓએ બાધા રાખી હતી કે ન્યાય મળશે ત્યારે નગરપાલિકાથી મામા બાપજી મંદિર પગપાળા જઇશું અને તેમને ન્યાય મળતા આ બાધા પુરી કરી હતી. જેમાં કોંગ્રેસના શહેર પ્રમુખ હરિસિંહ રાજપુત સહીત કોંગ્રેસના અન્ય આગેવાનો પણ જોડાયા હતા અને ફટાકડા ફોડી કાર્યકર્તાઓએ આનંદ પણ વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો