હુકુમ:ભાટીબ ગામના યુવકની હત્યાની તપાસ કરવા હાઇકોર્ટનો આદેશ

ધાનેરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • એક વર્ષ અગાઉ ઝાડ ઉપરથી લટકેલી હાલતમાં યુવકની લાશ મળી હતી,યુવકની હત્યા કરાઇ હોવા મુદ્દે તપાસ કરવા આદેશ

ધાનેરા તાલુકાના ભાટીબ ગામે ગતવર્ષે 18 ઓક્ટોબરના રોજ જંગલમાં યુવકની ઝાડ ઉપર લટકેલ લાશ મળતા લોકોએ પોલીસને જાણ કરી હતી. જેતે વખતે પોલીસ દ્વારા તપાસમાં કાચું કાપવામાં આવતા ફરિયાદી હાઇકોર્ટમાં જતાં હાઇકોર્ટ દ્વારા આ બાબતે તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. ધાનેરા તાલુકાના ભાટીબ ગામે ઝાડ ઉપર યુવકની લાશ મળતાં પોલીસે ઓળખ કરતાં ચંદુભાઇ ખાંભુ હોવાનુ જાણવા મળતા પોલીસે તાત્કાલિક તેના પરીવારજનોને બોલાવ્યા હતા અને પંચનામુ કરીને લાશને ધાનેરા સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોટમ માટે લાવ્યા હતા.

પોસ્ટમોટમ કરીને લાશની અંતિમ વિધી કરવામાં આવી હતી પરંતુ આ આત્મહત્યા નહી પરંતુ હત્યા છે તે બાબતે મૃતકના પરીવારજનો દ્વારા પોલીસવડાને રજુઆત કરવામાં આવી હતી. અને તેની ફરિયાદ લેવામાં આવી હતી પરંતુ તપાસ બરોબર ન થતાં આ બાબતે મૃતકના પરીવારે હાઇકોર્ટમાં દાદ માંગી હતી જેથી નામદાર હાઇકોર્ટ દ્વારા આ મૃતકના પરીવારની ફરિયાદ લેવા માટે જણાવ્યુ હતુ અને સાથે સાથે અધિકારીઓએ તપાસમાં નિષ્કાળજી રાખવામાં આવી હોવા બદલ તેમની સામે પણ કાર્યવાહી કરવા માટે પોલીસ અધિકારીને જણાવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...