પરેશાન:ધાનેરા રેલ્વેપુલ પર ખાડાથી વાહનચાલકો હેરાન પરેશાન

ધાનેરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ધાનેરા રેલ્વેપુલ સાંકડો હોવાથી 35 કરોડના ખર્ચે મોટો બનાવવામાં આવેલ પરંતુ આ પુલની કામગીરી નબળી હોવાના કારણે ઠેર ઠેર દબાઇ જવાના કારણે અનેકવાર અકસ્માત બની રહ્યા છે. હાલમાં આ પુલના પિલ્લરો પુરા થાય ત્યાં રસ્તો દબાઇ જવાના કારણે ખાડાઓ પડી ગયા છે અને જ્યારે આ પુલ ઉપર સ્પીડમાં વાહનો પસાર થાય છે ત્યારે તે કુદતા હોવાથી અનેક અકસ્માતો સર્જાઇ રહ્યા છે અને ટુ વ્હીલરવાળા વાહન ચાલકો નીચે પડી ચુક્યા છે.

આ બાબતે અનેકવાર નેશનલ હાઇવે વિભાગના અધિકારીઓને જાણ કરવા છતાં કોઇ કામગીરી થતી. આ અંગે પોપટભાઇએ જણાવ્યું હતું કે ‘આ પુલ બનાવવામાં મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે અને હલકી ગુણવત્તાવાળુ મટિરીયલ વાપરેલ છે. જેના કારણે આ પુલમાં અનેકવાર ખાડાઓ પડી ચુક્યા છે.’આ અંગે નેશનલ હાઇવે અધિકારી સુરેશ પંચાલએ પુલ ઉપર જ્યાં માટીનો ભાગ હતો ત્યાં દબાવાના કારણે ખાડાઓ પડ્યા છે. જે ખાડા તાત્કાલીક પુરાવવા માટે માણસો મોકલીને કામગીરી પૂર્ણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...