ફરિયાદ:ગોલામાં મહિલાની છેડતી મામલે ઠપકો આપતાં મારમાર્યો

ધાનેરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મહિલાએ ગામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી

ગોલા ગામે રહેતી પરિણીતાનો પરિવાર ઘર બહાર સૂતો હતો. જ્યારે પરિણીતા ઘરમાં સુતી હતી. તે સમયે ગામના શખ્સે મોઢુ઼ દબાવી છેડતી કરવા મામલે શુક્રવારે ગામ લોકો વચ્ચે શખ્સને ઠપકો આપ્યો તો શખ્સ સહિત તેના ભાઇઓએ પરિણીતાના પરિવારને માર મારતા ફરિયાદ નોંધાઇ હતી. 

ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી
ધાનેરાના ગોલા ગામે રહેતો દરજી પરિવાર ઘર બહાર સૂતો હતો અને પરિણીતા ઘરની અંદર સુતી હતી. તે સમયે ગામનો જ મુસ્તુફા મોમદા મુસ્લા નામના શખ્સે છેડતી કરી હતી. જે મામલે પરિણીતાના પતિ સહિત સાસરિયાના લોકોએ શુક્રવારે સવારે ગામના લોકોને એકઠા કરી પરિણીતાની છેડતી કરનાર શખ્સ મુસ્તુફા મોમદા મુસ્લાને ઠપકો આપવા બોલાવતાં શખ્સ સહિત તેના ભાઈઓએ પરિણીતાના સાસરિયાઓને ઠપકો આપવા મામલેA મારમારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા છેડતીનો ભોગ બનનાર પરિણીતાએ મુસ્તુફા મોમદા  મુસ્લા, આલમ મોમદા મુસ્લા અને રસુલ મોમદા મુસ્લા સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...