આવેદન:ગૌશાળાના સંચાલકોએ સહાય મામલે ધાનેરાના ધારાસભ્યને આવેદન આપ્યું

ધાનેરા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના કાળમાં આવક બંધ થઈ જતાં કપરી પરિસ્થિતિ

બનાસકાંઠા ગૌશાળા સંચાલકો દ્વારા ગાયો માટે મંગળવારે ધાનેરાના ધારાસભ્યને આવેદન આપવામાં આવ્યું હતું. જેને લઇ ધારાસભ્ય દ્વારા ગૌશાળા સંચાલકોની માંગણીને ધ્યાનમાં રાખી મુખ્યમંત્રીને રજૂઆત કરતો પત્ર લખ્યો હતો. કોરોના મહામારીમાં ગૌશાળા ચલાવવી મુશ્કેલ બની છે. આવા કપરા કાળમાં સંસ્થાઓ દાન પર નિર્ભર હોવાથી સંસ્થામાં દાનની આવક બંધ થતાં સરકારના પ્રતિનિધિઓ દ્વારા સરકારને રજૂઆત કરાવવા સંચાલકો મેદાને આવ્યા છે.ગૌશાળા સંચાલકો દ્વારા વિવિધ માંગણીને લઇ ધાનેરાના ધારાસભ્ય નથાભાઈ પટેલને મંગળવારે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

અને જો કોઇ પરિણામ નહીં આવે તો આંદોલનનો માર્ગ અપનાવવાની તૈયારી બતાવી છે.આવેદનપત્ર આપતી વખતે ગૌશાળા ફેડરેશન પ્રમુખ ચિનુભાઈ શાહ, મેનેજીંગ ટ્રસ્ટી જયંતીલાલ દોશી, પ્રમુખ અશોકભાઈ ચૌધરી, જેતગીરીજી, બનાસકાંઠા ગૌશાળા સભ્યો તેમજ ધાનેરા તાલુકાના સંચાલકો હાજર રહ્યા હતા અને ધારાસભ્ય દ્વારા ગૌશાળા સંચાલકોની માંગણીને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીને રજૂઆત કરતો પત્ર લખ્યો હતો. જેમાં તાત્કાલિક ધોરણે ગૌશાળા અને પાંજરાપોળને સહાય આપવા કરાઈ રજુઆત કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...