તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:ધાનેરા તાલુકાના ખીંમત ગામના ખેડૂતે વરસાદી પાણીના બચાવ માટે ખેત તલાવડી બનાવડાવી

ધાનેરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અઢી વિઘામાં રૂ. 70 લાખના ખર્ચે 35 ફૂટ ઉંડી ખેત તલાવડી બનશે

બનાસકાંઠા જિલ્લામાં પાણીની અછતને પહોંચી વળવા માટે ખેડૂતોએ સરકાર પર આધાર રાખ્યા વગર જાતે જળસંચય અભિયાનને અપનાવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાની સરહદ પર આવેલા ધાનેરા તાલુકાના ખેડૂતએ પોતાના ખેતરમાં અઢી વિઘા જમીનમાં રૂ. 70 લાખના ખર્ચે 35 ફૂટ ઉંડી ખેત તલાવડી બનાવવામાં આવી રહી છે.ધાનેરાના ખીંમત સહિતના આજુબાજુના ગામોમાં ભૂગર્ભના પાણી સુકાઈ ગયા છે. વર્ષ દરમિયાન 5 કરતા પણ વધારે નવા બોરવેલ ખેડૂતો બનાવે છતાં તમામ બોરવેલમાં પાણી આવતું નથી. જેથી એક બોરવેલ પાછળ 5 લાખથી લઇ 10 લાખ રૂપીયા જેટલી રકમ વેડફાઈ રહી છે.

જેના કારણે ધાનેરા તાલુકાના ખીમત ગામના ખેડૂતએ બોરવેલ પાછળનો ખર્ચ કર્યા વગર પોતાના ખેતરમાં વરસાદી પાણીનો સંગ્રહ થાય તે માટે અંદાજીત રૂપિયા 70 લાખ કરતા પણ વધારે ખર્ચ થકી ખેત તલાવડીનું કામ છેલ્લા 2 વર્ષ પહેલાંથી શરૂ કર્યું છે. ખીંમત ગામના મગનભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, ‘મારી પાસે જમીન વધારે છે. જો કે પાણી વગર જમીન નકામી પડી છે. ખેતી થતી નથી આવા સમયે વરસાદનું પાણી સંગ્રહ કઈ રીતે કરી શકાય તેવા આયોજનથી અઢી વિઘા જમીનમાં વિશાળ આરસીસી પ્રોટેક્શન દીવાલ સાથે ખેત તલાવડીનું બાંધકામ ચાલુ કર્યું છે.

સતત બે વર્ષ દરમિયાન ખોદકામ કર્યા પછી આ વર્ષે આરસીસીનું બાંધકામ શરૂ કર્યું છે. અંદાજીત 35 ફૂટ જેટલી ઊંડી ખેત તલાવડી બની રહી છે.’ મગનભાઈએ માત્ર પોતાનો ફાયદો જોયા વગર પોતાના ખેતર નજીક આવેલા અન્ય ખેડૂતોને ફાયદો થાય તે માટે ખેત તલાવડીનું તળ્યું બાંધવાનું ટાળ્યું છે. વરસાદના પાણીનો સંગ્રહ થાય પાણી જમીનમાં ઉતરે અને પાણીના તળ ઊંચા આવે આવા વિશ્વાસ સાથે તળાવ સમી ખેત તલાવડી બનાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...