માગ:ધાનેરામાં કર્મચારીઓ દ્વારા પેન્શનના મુદ્દે ધારાસભ્યને આવેદનપત્ર આપ્યું

ધાનેરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ધાનેરા તાલુકાના તમામ વર્ગના નોકરી કરતા કર્મચારીઓ દ્વારા ધાનેરા તાલુકા પંચાયત આગળ ગુરુવારે એક સભા યોજાઇ હતી. જેમાં મોટા પ્રમાણમાં શિક્ષકો હાજર રહ્યા હતા અને તેમની સાથે આરોગ્ય વિભાગ, પંચાયત વિભાગ, રેવન્યુ વિભાગ તેમજ અન્ય વિભાગના કર્મચારીઓ પણ જોડાયા હતા અને પોતાની પેન્સન યોજના ચાલુ કરવા માટે ભાષણો કરવામાં આવ્યા હતા.

ત્યારે ધાનેરા ધારાસભ્ય નથાભાઇ પટેલ પણ ત્યાં પહોંચતા તેઓએ પણ સરકારી કર્મચારીઓની માંગણીને ટેકો આપ્યો હતો. તમામ કર્મચારીઓએ ધારાસભ્યને આ રજુઆતો સરકાર સુધી પહોંચાડવા માટે આવેદનપત્ર આપ્યું હતું. અને તમામે બાબાસાહેબ આંબેડકરને પુષ્પ અર્પણ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...