ચૂંટણી:ધાનેરા પાલિકા પ્રમુખની બુધવારે ચૂંટણી

ધાનેરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ધાનેરામાં પાલિકા પ્રમુખની 20 મી ઓકટોબરે ચૂંટણી યોજાશે ત્યારે ગત વખતની જેમ ચૂંટણીના આગળના દિવસે સસ્પેન્ડ ન કરે તે માટે ન્યાયતંત્રને મદદ લેવામાં આવી હતી.

ધાનેરા પાલિકામાં ભાજપ દ્વારા કોંગ્રેસના સભ્યોએ ભ્રષ્ટાચાર આદર્યો હોવા બાબતે સરકારમાં રજુઆતો કરવામાં આવતા આ બાબતે તપાસ હાથ ધરવામાં આવી હતી અને કોંગ્રેસના 15 સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જેથી કોંગ્રેસના સભ્યો હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા અને હાઇકોર્ટે આ ઠરાવમાં જે સભ્યોની સહી કરવામાં આવેલ છે તે તમામની તપાસ કરી તમામ સામે કાર્યવાહી કરવા માટે મ્યુનિસીપાલીટી એડમીનીસ્ટ્રેશન ગુજરાત રાજ્ય ગાંધીનગરને જણાવતા કમિશ્નરે પાલિકાના 25 સભ્યોને ભ્રષ્ટાચારના 13 મુદ્દાઓ બાબતે નોટિસ ફટકારીને તેમને 7 ઓક્ટોબરના રોજ ગાંધીનગર ખાતે હાજર રહેવા માટે ફરમાન કરવામાં આવ્યું હતું. અને ફરી 14 તારીખના રોજ બોલાવેલ પરંતુ તેમાં પણ કઇ નિર્ણય ન લેવામાં આવતા કોંગ્રેસ દ્વારા હાઇકોર્ટનો આશરો લેવાયો હતો અને ગત વખતની જેમ ભાજપ સરકાર દ્વારા પ્રમુખની ચૂંટણીના આગળના દિવસે સસ્પેન્ડ ના કરે તે માટે આગામી પગલાં લેવાતા ફરી આ કેસમાં 21 તારીખ રાખવાનો હુકમ કરતાં ચૂંટણીના પછીના દિવસે કમિશ્નરે બોલાવવા માટે તારીખ આપવામાં આવી છે. જેથી બુધવારે પાલિકા પ્રમુખની ચૂંટણી યોજાનાર છે.

ભાજપ સત્તાની લાલચમાં ખુદ પણ ફસાઇ છે
જ્યારથી પાલિકામાં આ બોડી બેઠી ત્યારથી જ તેમને એનકેન પ્રકારે સત્તા મેળવવા માટે હવાતીયા મારતા હતા અને કઇ ન થતાં તેઓએ આ ભ્રષ્ટાચારના મુદ્દાઓ લાવી અમારા સભ્યોને સસ્પેન્ડ કર્યા હતા પરંતુ આ કામમાં તેઓએ પણ સહી કરેલ હતી. જેથી અમોએ જો ખોટું કર્યું હોય તો તેમને પણ સજા મળવી જોઇએ. જેથી અમોએ હાઇકોર્ટમાં અરજી કરતાં આ મામલે ફરી તપાસ હાથ ધરવામાં આવેલ છે અને તેઓ ખુદ અરજી કરીને ફસાઇ ગયા છે અને તેમના સત્તા મેળવવાના પેતરાઓ ઉંધા પડ્યા છે.: બળવંભાઇ બારોટ (પૂર્વ પ્રમુખ પાલિકા)

ભાજપ પાસે 12 અને કોંગ્રેસ પાસે 16 સભ્યો
અગાઉ પ્રમુખની ચૂંટણીના આગળના દિવસે કોંગ્રેસના 15 સભ્યોને સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવેલ અને ચૂંટણીના સમયે બજવણી કરવામાં આવતા ઉહાપોહ મચ્યો હતો પરંતુ આ વખતે કોંગ્રેસના સભ્યો જાગ્યા હતા અને ન્યાયતંત્રની મદદ લેવાઇ હતી અને ભાજપ દ્વારા કોંગ્રેસના કોઇ સભ્યોને ઉપાડી ન લેવાય તે માટે સહેલગાહે મોકલી દેવામાં આવ્યા છે. હાલમાં ભાજપ પાસે 12 અને કોંગ્રેસ પાસે 16 સભ્યો છે.

અન્ય સમાચારો પણ છે...