તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:ધાનેરા માર્કેટયાર્ડ ચેરમેન-વા.ચેરમેનની 1 એપ્રિલે ચૂંટણી

ધાનેરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આચાર સંહિતાના લીધે ચૂંટણી મોકૂફ રખાઈ હતી

ધાનેરા માર્કેટયાર્ડમાં 16 બેઠકો પૈકીની 6 બેઠકો બિનફરીફ થઇ હતી. જ્યારે બાકીની 10 બેઠકો માટે 15 જાન્યુઆરીના રોજ ચૂંટણી યોજાઈ હતી. જેમાં પરિવર્તન પેનલના ત્રણ અને વર્તમાન પેનલના 7 સભ્યો ચૂંટાયા હતા. જેમાં 6 ફ્રેબ્રુઆરીના રોજ માર્કેટયાર્ડ કચેરી ખાતે ચેરમેન તથા વા.ચેરમેનની ચૂંટણી યોજાનાર હતી પરંતુ આચાર સંહિતાના લીધે તે ચૂંટણી છેલ્લી ઘડીએ બંધ રાખવામાં આવી હતી અને ફરીથી આ ચૂંટણી 1 એપ્રિલના રોજ યોજાનાર છે.

જેમાં ભગવાનદાસ પટેલ, ભૂરાભાઈ પટેલ, ડો.દજાભાઈ પટેલ અને જોઇતાભાઈ આકોલિયાના નામ ચર્ચામાં છે. પરંતુ કોણ આ ચેરમેનનો તાજ પહેરે છે તેના ઉપર સૌની નજરો ટકી છે. હાલ માર્કેટયાર્ડમાં 15 ચૂંટાયેલા સભ્યોની સાથે સાથે એક નગરપાલિકાનો સભ્ય અને બે સરકારી અધિકારીના મત પણ સામેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો