સમસ્યા:ધાનેરા નેશનલ હાઇવે ઉપર પડેલા ખાડાઓથી વાહનચાલકોને હાલાકી

ધાનેરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિક લોકો દ્વારા રસ્તો બ્લોક કરવાની ચીમકી અપાઈ

ધાનેરા નેનાવા ત્રણ રસ્તાથી સામરવાડા સુધીમાં નેશનલ હાઇવે ઉપર મોટા મોટા ખાડાઓ પડવાના કારણે વાહન ચાલકો ત્રાહીમામ્ પોકારી ઉઠ્યા છે અને કેટલાય વાહનોને આ ખાડાઓના કારણે આર્થિક નુકસાન પણ ભોગવવું પડી રહ્યુ છે. તેમ છતાં આ નેશનલ હાઇવે વિભાગની ઉંઘ ઉડતી નથી. જો આ ખાડા નહી પુરાય તો સ્થાનિક લોકો દ્વારા રસ્તો પણ બ્લોક કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

આ બાબતે લોકો દ્વારા પણ અવાર નવાર નેશનલ હાઇવે વિભાગના અધિકારીઓને કહેવા છતાં આ ખાડાઓ પુરવામાં આવતા નથી. જેથી લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ ખાડાઓ મુખ્ય તો હાઇવેની સાઇડમાં આવેલ દુકાનદારો પોતાની દુકાનના પાણી રસ્તા ઉપર કાઢતા હોવાથી ખાડાઓ પડે છે માટે નેશનલ હાઇવે વિભાગ દ્વારા પહેલા તો આવા લોકો સામે પોલીસ કાર્યવાહી કરવી પણ જોઇએ. જેથી રીપેર કર્યા પછી તો ખાડાઓ ન પડે. અને જો સાત દિવસમાં ખાડા પુરવામાં નહી આવે તો લોકો દ્વારા રસ્તો રોકશે.

ખાડાઓ તાત્કાલિક પુરાશે: તંત્ર
સામરવાડા થી ધાનેરા સુધીમાં દુકાનદારો પોતાની દુકાનોના પાણી રસ્તા ઉપર કાઢતા હોવાથી ખાડાઓ પડ્યા છે અને આવા લોકોને નોટિસ આપવામાં આવશે અને જો નહી માને તો તેમની સામે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે અને બાકીના જે ખાડાઓ છે તે તાત્કાલીક પુરવામાં આવશે.’

અન્ય સમાચારો પણ છે...