તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સર્ટીફાઇડ વગરના બિયારણ:ધાનેરામાં સર્ટીફાઇડ વગરના મગફળીના બિયારણનું ધૂમ વેચાણ

ધાનેરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારી સંઘ, મંડળી કે લાયસન્સ ધારક વિતરક પાસેથી જ બિયારણ ખરીદવા ખેતીવાડી વિભાગની ખેડૂતોને સલાહ

ધાનેરામાં મગફળીનો પાક વાવવા માટે ખેડૂતો થનગની રહ્યા છે ત્યારે કેટલાક લેભાગુ વેપારીઓ પણ આ ખેડૂતોને છેતરવા માટે મેદાનમાં આવી ગયા છે અને તાજી અને લીલી મગફળના બિયારણના પેકિંગ કરીને ખેડૂતોને પધરાવતા હોવાના કિસ્સાઓ બહાર આવ્યા છે. જેથી ખેતીવાડી વિભાગ દ્વારા પણ સરકારી સંઘ કે મંડળીઓ તેમજ લાયસન્સ ધારક વેપારીઓ પાસેથી ખરીદવાની સલાહ આપી રહ્યા છે.

ખેડૂત જગતનો તાત કહેવામાં આવે છે પરંતુ તેને લૂંટવામાં લોકો કોઇ કસર છોડતા નથી. જે પછી બિયારણ હોય કે ખાતર હોય તમામ ડુપ્લીકેટ આપવામાં આવી રહ્યું છે. અને તે ધાનેરા તાલુકામાં આ કામ મોટા પ્રમાણમાં ચાલી રહ્યું છે. હાલમાં ખેડૂતોને મગફળીનું વાવેતર કરવાના દિવસો છે ત્યારે બજારમાં સર્ટીફાઇડ બિયારણ થોડું મોઘું પડતું હોવાથી ખેડૂતોને લુંટવા માટે વેપારીઓએ કમ્મર કસી છે અને બીન સર્ટીફાઇડ બિયારણ ખેડૂતોને પધરાવી રહ્યા છે. જેના કારણે ખેડૂતને ખેડ, ખાતર, પાણી, મજુરી તેમજ બિયારણના રૂપિયા પડી જાય તેવા હાલ થતાં હોય છે.

આ અંગે જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું કે ‘ખેડૂત હમેશાં સર્ટીફાઇડ બિયારણ જ વાવે અને તે ખાસ કરીને સહકારી મંડળી, સંઘ કે લાયસન્સ ધારક દુકાનદાર પાસેથી જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઇએ. હાલમાં નવી મગફળીના બિયારણ બનાવીને ખેડૂતોને આપવામાં આવે છે તે ખરેખર ખોટું બિયારણ છે. જેથી કોઇ ખેડૂતે છેતરાવું નહી અને આવા કોઇ વેચાણ કરતા હોય તો તેમની સામે પોલીસ મથકે કાર્યવાહી કરાવવી જોઇએ અથવા નજીકના સહકારી સંઘમાં જાણ કરવાનો આગ્રહ રાખવો. ’ આ અંગે ખેડૂતોને જાગૃત કરવા ધાનેરા તાલુકા સંઘમાં પણ સર્ટીફાઇડ વગરનું મગફળીનું બિયારણ ન ખરીદવા બોર્ડ લગાવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...