ધાનેરાની નેનાવા ચોકીએ વાહન ચેકીંગ કરતાં પોલીસ અને હોમગાર્ડના જવાન ઉપર રાજસ્થાનના ત્રણ શખ્સોએ હૂમલો કર્યો હતો. અને ગાડીથી ટક્કર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવને લઈ ચકચાર મચી ગઈ છે.આ અંગે ત્રણેયની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ અંગે મળતી માહિતી મુજબ ધાનેરા પોલીસ મથકના અ. પો. કો. જોરસિંહ, જીઆરડીના જવાન જેસુંગભાઇ હરસનભાઇ પરમાર, દશરથભાઇ દરગાભાઇ ધુમડા અને જયંતિભાઇ હરચંદભાઇ માજીરાણા નેનાવા ચેકપોસ્ટે દિયોદરના સણાદર ગામે યોજાનારા વડાપ્રધાનના કાર્યક્રમને લઇ વાહનનું ચેકીંગ કરી રહ્યા હતા.
તે દરમિયાન કાર નં. એમ. એચ. 12. એચ.વી. 4159માં આવેલા રાજસ્થાનના બાડમેર જીલ્લાના ધોરીમન્ના તાલુકાના કબુલીના ઓમપ્રકાશ ધુડારામ વિશ્નોઇ અને નાગોર જીલ્લાના ડેગાણા તાલુકાના રેણ ગામના ખેતારામ સુરજનરામ માનારામ વિશ્નોઇએ કારમાંથી નીચે ઉતરી જીઆરડી જવાન પાસે આઇકાર્ડ માંગી તેને ગાડીની ટક્કર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. તેમજ જોરસિંહ સાથે ઝપાઝપી કરી હૂમલો કર્યો હતો. આ અંગે બંનેની અટકાયત કરી પોલીસે તેમની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.