તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:ધાનેરા પોલીસે ચોરીના બાઇક સાથે ગોલા ગામના શખ્સને ઝડપી પાડ્યો

ધાનેરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધાનેરામાંથી બાઇક અને ડીસામાંથી કાર ચોર્યાનું કબૂલ્યું

ધાનેરા પોલીસે ગુરુવારે સીસીટીવી ચોકી પાસે વાહન ચેકીંગ દરમિયાન ચોરીના બાઇક સાથે શખ્સને ઝડપી લીધો હતો.જેની વધુ પૂછપરછ કરતાં તેને ઇન્ડીકા કાર પણ ડીસાથી ચોરી હોવાનું કબૂલતાં પોલીસે બંને વાહનો કબજે લઇ વધુ તપાસ હાથ ધરી હતી.

ધાનેરા પોલીસ ગુરુવારે સીસીટીવી ચોકી પાસે વાહન ચેકિંગમાં હતી. તે દરમિયાન પોલીસ ઈન્સપેક્ટર બી.વી.પટેલને બાતમી મળી કે એક શખ્સ જીજે-08-કે-4017 વાળુ ચોરીનું બાઇક લઇને નેનાવા બાજુથી ધાનેરા તરફ આવે છે. જે બાતમીના આધારે બાઇક લઇને આવતા શખ્સને ઉભો રાખી બાઇકના કાગળો માગતાં ગલ્લા-તલ્લા કરતાં કડક પુછપરછ કરતાં બાઈક ધાનેરા મધ્યેથી પાણીના ટાંકા પાસેથી ચોરી કર્યાનું કબુલ્યું હતું. પોલીસે ઓખાભાઈ મશરાભાઈ લુહાર (રહે.ગોલા,તા.ધાનેરા)ને બાઇક સાથે ધાનેરા પોલીસ સ્ટેશને લઇ આવી વધુ પુછપરછ કરતા ડીસા મધ્યેથી ઈન્ડીકા કાર નંબર જીજે-08-એફ-8701 ચોરી કરી ડુગાવા ગામની સીમમાં રાખી હોવાનું જણાવ્યું હતું.

ધાનેરા-નેનાવા ત્રણ રસ્તા પાસેથી બાઇક ચોર ઝડપાયો
ધાનેરા પોલીસે નેનાવા ત્રણ રસ્તા પાસે રાજસ્થાન તરફથી ધાનેરા તરફ આવતાં બાઈક (જીજે-08-બીજે-7939) ચાલકન રોકાવી બાઇકના કાગળો માંગતા પોતાની પાસે નહીં હોવાનું જણાવતા પોતે બાઇક ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. પોલીસે શામળારામ જોધાજી દેવાસી (રહે.ખીંમત,તા.ધાનેરા, મુળ રહે.કરવાડા,તા.રાણીવાડા-રાજસ્થાન)ને તથા ચોરીમાં ગયેલ બાઇકને ધાનેરા પોલીસ સ્ટેશને લાવી કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...