તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:ધાનેરા નગરપાલિકા રૂ.1.12 કરોડનું લાઇટ બિલ ન ભરતાં કચેરીનું કનેશન કાપી નાખ્યું

ધાનેરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નગરપાલિકાની ઓફિસ, સ્ટ્રીટલાઇટ તથા પાણીના બોરના બિલો બાકી હતા

ધાનેરા પાલિકાના સ્ટ્રીટલાઇટ, ઓફિસ તથા પાણીના બોરના બીલનાં રૂ.1.12 કરોડ રૂપિયા બીલ બાકી હોવાથી વીજ કંપની દ્વારા નોટિસો પાઠવવામાં આવી હતી. પરંતુ ભરપાઇ ન કરવામાં આવતા વીજકંપની દ્વારા ઓફિસનું લાઇટનું કનેકશન કાપવામાં આવતા અનેક તર્કવિતર્ક જોવા મળી રહ્યા છે.ઇ.ચા. ચિફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવીનો સંપર્ક કરવા છતાં કોઇ સંપર્ક થવા પામ્યો ન હતો.

ત્યારે પાલિકાના એસ.ઓ. જીતુભાઇ મહેતાએ જણાવ્યું હતું કે ‘હાલમાં ઓફિસના રૂ. રૂ.16,000, સ્ટ્રીટલાઇટના રૂ. 2 લાખ તેમજ પાણી પુરવઠા અને ગટરના મળીને રૂ. 110 લાખ મળીને કુલ રૂ.1.12 કરોડ બાકી નીકળે છે અને પાસે જેમ સગવડ થશે તેમ ભરવા વીજ કંપનીના અધિકારીઓને જણાવ્યું છે તેમ છતાં નેકશન કપાયા છે.

રકમ જમા થયે વીજકનેકશન ચાલુ કરીશું
બિલ દોઢ વર્ષના બાકી હતા અને નોટિસો આપી છે.આ કનેકશન કાપવા માટે ઉપરી કચેરીથી કહેવામાં આવેલ હોવાથી કનેકશનો કાપવા પડેલ છે. બીજું કોઈ પણ કહેવાનો નનૈયો ભણ્યો હતો. હાલમાં પાલિકા દ્વારા થોડી પણ રકમ ભરપાઇ કરાય તો ફરીથી આ ઓફિસનું જે કનેકશન કાપેલ છે તે જોડી આપીશુંતેમ અધિકારીએ જણાવ્યું હતુ.

રાજકીય કિન્નાખોરીથી કનેકશન કપાયા છે
પ્રમુખ તરીકે 21 જૂનના રોજ ચાર્જ લીધો છે અને આ બિલ એક વર્ષના મારા આવ્યા પહેલાના છે. તેમ છતાં અમને નોટિસ મળતા અમે 5 લાખ ભર્યા છે. પરંતુ રાજકીય કિન્નાખોરીના કારણે કનેકશન કાપવામાં આવ્યા છે. જો લડવું હોય તો સામસામે લડી લેવું જોઈએ પરંતુ લોકો હેરાન થાય તેવું કામ ક્યારેય ના કરવું જોઈએ. - કિરણબેન સોની (પ્રમુખ )

અન્ય સમાચારો પણ છે...