કામગીરી ખોરંભે પડી:ધાનેરા આઇ.સી.ડી.એસ.કચેરી સ્ટાફના અભાવે ભગવાન ભરોસે

ધાનેરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સીડીપીઓની બદલી થતાં જ કચેરીમાં સ્ટાફ અનિયમિત

ધાનેરાની આઇ.સી.ડી.એસ. કચેરીમાં પુરતો સ્ટાફ ન હોવાથી આંગણવાડીની કામગીરી ખોરંભે પડી છે અને હાલ જાણે રામ ભરોસે હોય તેવા હાલ છે. ધાનેરા આઇ.સી.ડી.એસ. (આંગણવાડી) ની કચેરી કોઇ રણીધણી વગરની કચેરી જોવા મળી રહી છે. ધાનેરા તાલુકામાં આઇ.સી.ડી.એસ. ના બે ઘટક આવેલ છે. જેમાં બન્ને સી.ડી.પી.ઓ. ની જગ્યાઓ ખાલી છે તેમજ તાલુકામાં 8 સુપરવાઇઝરની જગ્યામાં માત્ર ત્રણ સુપરવાઇઝર જ છે અને તેમાં પણ એક ડીલીવરી હોવાથી માત્ર બે જ સુપરવાઇઝર આખા તાલુકાની કામગીરી સંભાળતા હોવાથી આંગણવાડીની મોટાભાગની કામગીરી ખોરંભે પડી છે.

તેમજ ક્લાસ-2ના અધિકારી સી.ડી.પી.ઓ. ન હોવાથી તેનો ચાર્જ આરોગ્ય વિભાગના ધરણોધરના ક્લાસ-3ના કર્મચારી એવા ડો.મિનાક્ષી રાજપુતને આપવામાં આવ્યો છે. પરંતુ તેઓને પણ આ ફિલ્ડનો કોઇ અનુભવ ન હોવાથી કામકાજ કથળવા લાગ્યું છે. જેના કારણે હાલમાં જાણે આ કચેરી રણીધણી વગરની કચેરી હોય તેવું જોવા મળી રહ્યું છે. શનિવારે સવારે 11 કલાકે પણ માત્ર એક જ કર્મચારી ઓફિસ ખોલીને બેઠેલા જોવા મળ્યા હતા. જ્યારે બાકીનો સ્ટાફ જોવા મળ્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...