તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:ધાનેરા સિવિલનું જનરેટર છેલ્લા ત્રણ વર્ષથી બંધ થઈ જતાં હાલાકી

ધાનેરા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે વાર પુરના પાણીમાં પલળતાં જનરેટર બંધ થઈ ગયું
  • વિજળી ગુલ થતાં દર્દીઓને પરેશાની, હોસ્પિટલ તંત્રએ પી.આઇ.યુ.ને રજૂઆત કરી

ધાનેરામાં વર્ષ-2015 તથા 2017માં પૂર આવતા સિવિલને વધારે નુકસાન થવા પામ્યું હતું. અને તેમાં એક્ષ-રે મશીન, સોનોગ્રાફી મશીન, જનરેટર તેમજ અન્ય સાધન સમગ્રીને ભારે નુકસાન પહોંચ્યું હતું. જેમાં જનરેટર સિવાય સામગ્રી નાસ પામી હતી. જ્યારે જનરેટર બે વખત પુરના પાણી ભરાતા તે છેલ્લા બે-ત્રણ વર્ષથી બંધ હાલતમાં પડી રહેલ છે.

જેના કારણે જ્યારે પણ લાઇટ જાય છે ત્યારે આ ગરમીમાં દર્દીઓ તેમજ સ્ટાફ ભારે મુશ્કેલી ભોગવવાનો સમય આવતો હોય છે. સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ.એમ.એમ.ડાભીએ જણાવ્યું હતું કે કેટલીય વાર અમોએ પી.આઇ.યુ. તેમજ આર.ડી.ડી. કચેરી ગાંધીનગર ખાતે પણ રજુઆતો કરેલ છે તેમ છતાં આ બાબતે કોઇ નિરાકરણ આવતું નથી અને જ્યારે લાઇટ જાય છે ત્યારે ભારે મુશ્કેલી પણ ભોગવવી પડે છે.’

અન્ય સમાચારો પણ છે...