તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખોટા ખેડૂત બન્યા:ધાનેરા મામલતદારના દાખલાથી ખેડૂત બની 500 કરોડની સુરતમાં જમીન લીધી

ધાનેરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સગાભાઇએ જ ભાંડો ફોડતા મામલો આવ્યો બહાર,11 સામે ફરિયાદ
  • મામલતદારના ખોટા સિક્કા બનાવી ભરૂચ ખાતેથી ખેડૂત બની ગયો

ધાનેરા મામલતદારનો ખોટા સિક્કાઓ કરીને ખોટું ખેડૂત ખાતેદારનું પ્રમાણપત્ર બનાવીને એક રાજસ્થાનના પરીવારે સુરત તથા નવસારી જિલ્લામાં 500 કરોડથી પણ વધારે રકમની ખેતીની જમીન ખરીદતાં 11 લોકો સામે નવસારીના જલાલપોર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.આથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સુરતના વિમલ ટોરમલ પોદ્દારએ સુરત રેન્જ આઇજીપી ડો.રાજકુમાર પોડિયનને તા.25 જુનના રોજ ફરિયાદ આપી હતી કે તેમનો સગો ભાઇ બાલકિશન ટોરમલ અને તેમના પુત્ર સંજય મારી સાસુ જે રાજસ્થાનના જોધપુર ખાતે રહેતા અને તેમની સુરત વેંસુ ખાતે આવેલ કિંમતી જમીનના પોતે પાવર ધરાવતા હોવાનું જણાવી સુરતના અઠવા રજીસ્ટાર ઓફિસ ખાતે પોતાના નામે કરાવી લીધી હતી. જેથી આ મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો.

બાલકિશન ટોરમલ પોદ્દારના પરીવાર, વેવાઇ, જમાઇના નામે અંદાજીત 500 કરોડથી પણ વધારે જમીનો સુરત અને નવસારી જીલ્લામાં ખરીદી કરી હતી. અને પોતે ખેડૂત ન હોવા છતાં પણ બોગસ ખેડૂત પ્રમાણપત્ર રજુ કર્યો હોવાનો ખુલાસો કર્યો હતો. અને આ રજુઆતોને ધ્યાને લઇ રેન્જ આઇજીપી ડૉ.રાજકુમાર પોડિયનને જલાલપોર પોલીસને આદેશ આપતા પોલીસે સુરતના 11 લોકો સામે ફરિયાદ નોંધી હતી.

બાલકિશન ટોરમલ પોદ્દાર ખેડૂત ન હોવાથી ધાનેરા મામલતદાર કચેરીના ખોટા સ્ટેમ્પ(સિક્કા) બનાવી લીધા હતા અને તેણે પોતે ખેડૂત હોવાનું ખોટું ખેડૂત પ્રમાણપત્ર બનાવી (1998) માં ના મામલતદારની સહી કરી હતી અને આ તૈયાર કરેલ બોગસ પ્રમાણપત્રને ધાનેરા મામલતદાર કચેરીથી પોસ્ટ કરીને ભરુચના આમોદ મામલતદાર કચેરી ખાતે મોકલાયું હતું.

આમની સામે ફરિયાદ
(1) બાલકિશન ટોરમલ પોદ્દાર (૨) પ્રેમલત્તા બાલકિશન પોદ્દાર (૩) સંજય બાલકિશન પોદ્દાર (૪) સુનિતા બાલકિશન પોદ્દાર (૫) અનિતા બાલકિશન પોદ્દાર (૬) રાજેશ બાલકિશન પોદ્દાર (૭) રામગોપાલ માંગેલાલ (૮) રમેશ રામગોપાલ અગ્રવાલ (૯) શ્રવણ રામગોપાલ અગ્રવાલ (૧૦) કમલ કિશોર રામ ગોપાલ અગ્રવાલ (૧૧) મુરારીલાલ રામગોપાલ અગ્રવાલ તમામ. રહે સુરત.

ધાનેરાના જૈન વડોદરામાં ખોટા ખેડૂત બન્યા
ધાનેરાના જૈન એવા ચંપાબેન જયંતિલાલ શાહ પણ વડોદરા જીલ્લાના કરજણ તાલુકામાં ખોટા ખેડૂત બની ગયા હતા અને તેઓએ પણ ખોટી રીતે 50 કરોડથી પણ વધારે જમીન સુરત, નવસારી, વલસાડ તેમજ બનાસકાંઠામાં રાખવામાં આવેલ અને તેમની સામે તપાસ ઉભી થતાં તે જમીન બારોબાર તેમના મળતીયાઓના નામે ટ્રાન્સફર કરવામાં આવેલ છે. તેમજ હાલમાં પણ થરાદ રોડ ઉપર એક મોટું ખેતર એક જૈનના નામે ચાલી રહ્યું છે અને તેના બાપ-દાદાઓ પણ ક્યારેય ખેડૂત ન હોવા છતાં તેઓ ખેડૂત બની ગયા છે.

અન્ય સમાચારો પણ છે...