ભ્રષ્ટાચારનો આક્ષેપ:ધાનેરા એપીએમસીએ મંડળીઓને ટોકન પેટે આપેલ ગોડાઉનો બારોબાર થયાના આક્ષેપ

ધાનેરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારમાં કરેલ રજૂઆતો છતાં કોઇજ કાર્યવાહી થતી જ નથી

ધાનેરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા સહકારી મંડળીઓને એક હજારના ટોકનથી ગોડાઉન વેચાણ ન કરવાની શરતે ફાળવણી કરાઈ હતી. અને આ ગોડાઉનો મંડળીઓએ પોતાના ઉપયોગ માટે રાખવાની શરતે આપવામાં આવેલ તેમ છતાં નવ સહકારી સંસ્થાઓમાંથી 4 મંડળીઓએ ગોડાઉનો સો રૂપિયાના સ્ટેમ્પ પર નામ ટ્રાન્સફર કરી વેચી દેવામાં આવ્યા હોવાનું બહાર આવતા અરજદારે સરકારમાં અરજી કરવા છતાં બે વર્ષથી તપાસ કરાઈ નથી.

સંયુક્ત રજીસ્ટારના આદેશની પણ અવગણના
અરજદાર દ્વારા સંયુક્ત રજીસ્ટાર ગાંધીનગરની કચેરી ખાતે રજુઆત કરતાં તેઓએ આ બાબતે તપાસ કરીને સાત દિવસમાં રીપોર્ટ તૈયાર કરી કાર્યવાહી કરવા માટે બનાસકાંઠાના જીલ્લા રજીસ્ટારને પણ લેખીત પત્ર કર્યો હતો પરંતુ આ પત્રને પણ મહીનાઓ વિતી જવા છતાં જીલ્લા રજીસ્ટાર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી તેમના ઉપરથી અરજદારને ધમકાવવામાં આવી રહ્યો હોવાનું અરજદારે જણાવ્યું હતું.’ - વિરમાભાઈ પટેલ (અરજદાર)

તપાસ માટે બોલાવેલ સાધારણ સભા પણ રદ કરાઈ
સંયુક્ત રજીસ્ટાર ગાંધીનગરની કચેરી દ્વારા ગેરરીતિની તપાસ કરી અહેવાલ મોકલવા પાલનપુર જિલ્લા રજીસ્ટારને જણાવવામાં આવતા બનાસકાંઠા જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા સમગ્ર તપાસ માટે તત્કાલીન બોર્ડ ડિરેકટરોની સાધારણ સભાના એજન્ડા કાઢવામાં આવ્યા હતા અને તેની તારીખ 7 મે-2021 ના રોજ જિલ્લા રજીસ્ટારના અધ્યક્ષ સ્થાને મળનાર હતી પરંતુ સાધારણ સભા રદ કરી જિલ્લા સબ રજીસ્ટાર ગેરહાજર રહેવું એ તમામ બાબતે જોતાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો કરાઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...