તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અટકાયત:ત્રણ કૃષિ કાયદાના બિલનો વિરોધ કરાય તે પહેલાં કિસાન મોરચાના 10 ની અટકાયત

પાલનપુર, ધાનેરા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સંસદ સભ્ય અને ધારાસભ્યનો ઘેરાવો કરવાના સંદર્ભે ધાનેરા, પાલનપુર, સુઈગામ અને વાવના પ્રમુખ,ઉપપ્રમુખ સહિત કાર્યકરોની અટકાયત કરી

પાલનપુર, સુઇગામ, વાવ અને ધાનેરામાં શનિવારે રાષ્ટ્રીય કિસાન સંઘ દ્વારા કૃષિ બિલને લઇ સંસદ સભ્યના ઘરનો ઘેરાવ કરવાનો કાર્યક્રમ અપાયો હતો ત્યારે પ્રમુખ-ઉપપ્રમુખ સહિત 10 જેટલા કાર્યકરોને કાર્યક્રમ પહેલાં જ તેમના ઘરેથી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવતા કાર્યકરો રોષે ભરાયા હતા. છેલ્લા એક વર્ષથી ચાલતા કૃષિ કાયદાના વિરોધમાં 10 કાર્યકરોની અટકાયત કરાઈ હતી.

રાષ્ટ્રીય કિસાન સંગઠન દ્વારા સંસદ સભ્ય પરબતભાઈ પટેલ અને દિનેશભાઇ અનાવાડીયાના ઘરે જઇ ઘેરાવ કરવાનો કાર્યક્રમ આપ્યો હતો. પરંતુ કાર્યક્રમ કરે તે પહેલાં શનિવારે વહેલી સવારે રાષ્ટ્રીય કિસાન સંગઠન જીલ્લા પ્રમુખ વી.કે.કાગ, પ્રદેશ ઉપપ્રમુખ કાળુભાઇ તરક, ધરતીપુત્ર કિસાન ટ્રસ્ટના ઇ.ચા.પ્રમુખ નટુભાઇ પટેલ, ધાનેરા તાલુકા પ્રમુખ શંકરભાઈ વાગડા, તાલુકા મહામંત્રી નવાભાઈ મુંજીની વહેલી સવારે પોલીસ દ્વારા ઘરેથી ધરપકડ કરવામાં આવી છે.

તેમજ જીલ્લા મહામંત્રી ભરતભાઈ કરેણની પાલનપુર પોલીસ દ્વારા કલેક્ટર કચેરીથી ઘરપકડ કરવામાં આવી છે અને જીલ્લા યુવા પ્રમુખ દોલાભાઈ ખાગડાની લાખણીના ઘાણા મુકામથી આગથળા પોલીસ દ્વારા ઘરપકડ કરાઈ હતી. તેમજ વાવ પોલીસ દ્વારા રામસિંહ ગોહિલ, કરશનભાઈ રાજપુત, સુઇગામ પોલીસ દ્વારા તલાભાઈ ચૌધરીની તેમના ઘરેથી અટકાયત કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...