તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:ધાનેરામાં શીતલ શોપિંગ સેન્ટરની જર્જરિત ઇમારત સમારકામ કરવા નોટિસ છતાં જૈસે થે

ધાનેરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માલિકોએ હજુ સુધી કોઈ કાર્યવાહી ન કરતાં પાલિકાએ જવાબ માગ્યો

ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં આવેલ શીતલ શોપિંગ સેન્ટર બનાવ્યાને વર્ષો વિતી જતાં આ બિલ્ડીંગ જર્જરિત હાલતમાં છે અને અનેકવાર તેના ઉપરથી મલબો નિચે પડતો હોવાના બનાવો બની રહ્યા છે. તેમજ આ શોપિંગના દુકાન માલિકોને પાલિકા દ્વારા રીપેરીંગ કરવા કે પછી શોપિંગ તોડી નવું બનાવવા નોટિસ અપાઇ છે.

ધાનેરામાં વર્ષો પહેલા ત્રણ માળનું શીતલ શોપિંગ સેન્ટર બનાવવામાં આવેલ અને આ શોપિંગ સેન્ટરમાં 300 જેટલી દુકાનો આવેલ હોવાથી મોટા પ્રમાણમાં લોકોની અવર જવર રહે છે. પરંતુ આ બિલ્ડીંગ જુની થઇ હોવાના કારણે તેના ધાબા તેમજ સાઇડની દિવાલોના પોપડા ખરીને નિચે પડી રહ્યા છે અને ત્રણેક મહીના અગાઉ પોપડા પડતા એક રાહદારીના માથામાં લાગતા તેને સારવાર માટે લઇ જવો પડ્યો હતો અને લોકોએ આ બિલ્ડીંગ બાબતે નગરપાલિકાને પણ રજૂઆતો કરી હતી.

પરંતુ નગરપાલિકા દ્વારા આ બિલ્ડીંગના માલિક કે દુકાનદારોને પોતાની દુકાનો જુની હોવાથી તોડી પાડવા માટે નોટિસો પણ પાઠવવામાં આવેલ હોવા છતાં દુકાનદારો દ્વારા રીપેરીંગ કે મરામત ન કરવામાં આવતા આ બિલ્ડીંગ ક્યારેક મોટી હોનારત સર્જે તેમ ઉભું છે.

તમામ દુકાનદારોને નોટિસ અપાઈ: CO
ચીફ ઓફિસર એસ.એમ. અન્સારીએ જણાવ્યું હતું કે ‘બે વર્ષ અગાઉ શિતલ શોપિંગના તમામ દુકાનદારોને નોટિસો પણ આપવામાં આવેલ છે અને બિલ્ડીંગની મરામત કરાવવી કે ફરીથી બનાવવું તેવી નોટિસ મારા અગાઉના ચીફ ઓફિસરે આપવામાં આવેલ ત્યાર પછી અમોએ પણ નોટિસો આપી છે અને થોડા દિવસ અગાઉ પણ નોટિસ આપીને ખુલાસો માંગવામાં આવેલ છે તેમજ જર્જરિત હોવાના નોટિસ બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે.’

અન્ય સમાચારો પણ છે...