તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:સાંકડ અને વાછડાલ ગામના 4 શખ્સો સામે સરકારી કામમાં અડચણનો ગુનો

ધાનેરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટીઆરબી જવાને ગાડી ઉભી રખાવતાં તેની સાથે ઝગડો કરી ધમકી આપી હતી

ધાનેરામાં બુધવારે ટ્રાફિકની કામગીરીમાં ફરજ બજાવતા ટીઆરબી જવાને એક ટ્રકને રોકાવી ત્યારે ચાલકે ગાડી ઉભી ન રાખતા પીછો કરી આડશ કરી ગાડીને રોકી હતી.ત્યારે એક બાઈક ચાલક ટીઆરબી જોડે આવી ઝઘડો કરતા પોલીસની કામગીરીમાં અડચણ થતાં તેમજ હું તમને અમારી ન્યૂઝ ચેનલમાં બદનામ કરી નાખીશું તેમ કહેતાં પોલીસ બોલાવી કાર્યવાહી કરી હતી. ધાનેરામાં ટીઆરબી જવાન ખેગારસિંહ વાઘજી દેવડા બુધવારે સાંજે પાંચેક વાગ્યેે ધાનેરાના સરાલ ત્રણ રસ્તા પાસે ટ્રાફિકની કામગીરીમાં હતા.

ત્યારે થરાદ તરફથી આવતી ટ્રક(જીજે-08-એયુ-4975)ને રોકવાનો ઈશારો કરતાં ચાલકે ગાડી ઉભી ન રાખતાં ટીઆરબી જવાને ગાડીનો પીછો કરતા આડશ કરી ગાડી રોકાવી હતી. ત્યારે ગાડીનો ચાલક ઝઘડો કરવા લાગ્યો ત્યારે બાઈક(જીજે-08-સીએ-9434)ના ચાલકે આવી ઝઘડો કરવા લાગ્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી બાઈક ચાલક નાસી જતા જવાને પોલીસ સ્ટેશન ફોન કરતાં પોલીસે દોડી આવી ગાડી ચાલકને પોલીસ સ્ટેશન લઇ જતા હતા.

ત્યારે પોલીસની ગાડી આગળ બંને શખ્સો હાથમાં કેમેરો લઈને આવી કહેવા લાગ્યા કે પોલીસને કોઈ ગાડી ઉભી રાખવાની સત્તા નથી કે કોઈ વ્યક્તિને પકડી લઈ જવાની સત્તા નથી તેમ કહીં ગાડીના ચાલકને ભગાડવાની કોશિશ કરી હતી. ધાનેરા પોલીસ મથકના એએસઆઈ રવિકુમાર રમેશભાઈએ આ અંગે ગુનો નોંધ્યો હતો.

આમની સામે ગુનો નોંધાયો

  • કેવાભાઈ ડાહ્યાભાઈ પ્રજાપતિ (રહે.સાંકળ,ધાનેરા)
  • વર્ધાભાઈ ડાહ્યાભાઈ પ્રજાપતિ(રહે.સાંકળ, ધાનેરા)
  • પારસભાઈ માનાજી મોદી
  • દશરથગીરી સોમગીરી બાવા (રહે.વાછડાલ, થરાદ)
અન્ય સમાચારો પણ છે...