તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાવ:ધાનેરામાં શંકર ચૌધરીને બદનામ કરતી પત્રિકા ફરતી કરવા મુદ્દે ફરિયાદ

ધાનેરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધાનેરા માર્કેટયાર્ડના ડિરેક્ટર મોહનભાઈ પટેલના નામે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરી સામે આક્ષેપો કરતી પત્રિકા વાયરલ થઇ હતી. જેને લઈ માર્કેટના ડિરેક્ટર મોહનભાઈ પટેલે ધાનેરા પોલીસ મથકે મારા નામથી કોઈએ પત્રિકા બનાવી વાયરલ કરનાર શખ્સો સામે ગુનો નોંધવા ફરિયાદ દાખલ કરાવી હતી. જે અંગે મોહનભાઇએ જણાવ્યું હતું કે ‘મારે અને ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરી વચ્ચે સારા સંબંધો છે. જેથી સંબંધોમાં દરાર પાડવા કોઇ શખ્સોએ મારા નામથી ખોટી પત્રિકાઓ વાયરલ કરી છે. જેથી પત્રિકાઓ વાયરલ કરનાર શખ્સો સામે કાર્યવાહી હાથ ધરાય તેવી માંગ છે.’

અન્ય સમાચારો પણ છે...