તપાસ:સરાલ ગામના આંગણવાડી કાર્યકરનું ATM બદલી 60 હજાર ઉપાડી લીધા

ધાનેરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • CCTV ફૂટેજમાં યુવકનો બાઇકનંબર જોવા મળતાં નંબર આધારે બાઇક માલિક સામે પોલીસે ફરિયાદ નોંધી શોધખોળ હાથ ધરી

ધાનેરાના સરાલ ગામના આંગણવાડી કાર્યકરનું એટીએમ બદલી યુવકે 60 હજાર ઉપાડી લીધા હતા. ત્યારે સીસીટીવી ફૂટેજમાં યુવકના બાઇકનો નંબર જોવા મળતા નંબરના આધારે બાઇક માલિક સામે ધાનેરા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગેની વિગત મુજબ ધાનેરા તાલુકાના સરાલ ગામે આંગણવાડી કાર્યકરમાં ફરજ બજાવતા બબીબેન ધનજીભાઇ પરમાર પતિ સાથે ખાતામાં પડેલ રૂપિયા ઉપાડવા માટે મંગળવારે ધાનેરા સ્ટેટ બેંકની શાખાના એ.ટી.એમ ખાતે આવ્યા હતા.

ત્યારે પતિએ એ.ટી.એમ.માં રૂપિયા ઉપાડવા કાર્ડ અને પાસવર્ડ દાખલ કરેલ અને તેમની પાછળ ઉભેલા એક શખ્સે આ પાસવર્ડ જોઇ લીધેલ અને તેણે લાવો તમને પૈસા કાઢી આપુ તેમ કહી કાર્ડ લઇને બીજુ કાર્ડ આપેલ અને કહેલ કે પૈસા નિકળતા નથી. ત્યારે બબીબેન બેંકમાં પહોંચી ચેકથી રૂપિયા ઉપાડવા ગયા ત્યારે ખબર પડી કે તેમના ખાતામાંથી 60 હજાર ઉપડી ગયા છે અને તેઓએ પોતાના પાસે રહેલ એ.ટી.એમ. કાર્ડ ચેક કરતાં તે કાર્ડ મીનાબેન એસ. સાધુના નામનું જોવા મળતા તે પેમેન્ટ ક્યાંથી ઉપડ્યું તે ચેક કરતાં તેણે અલગ-અલગ એટીએમ અને પેટ્રોલ પંપથી ઉપાડ્યા હતા.

આ બાબતે સી.સી.ટીવી ફૂટેજ જોતા તે યુવકના બાઇકનો નંબર આરજે-46- એસએચ-8187 જોવા મળતા નંબરના આધારે બાઇક માલિક સામે ધાનેરા પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો હતો. જેથી બાઇક નંબરના આધારે તેના માલિકની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...