તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:ધાનેરાના સામરવાડા ગામે નવા રસ્તાની માગણીને લઈ ગ્રામજનોનો ચક્કાજામ

ધાનેરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
ધાનેરાના સામરવાડા નજીક રસ્તાની માંગને લઇ ગ્રામજનોએ ચક્કાજામ કર્યો હતો. જેને લઇ દોડધામ મચી ગઇ હતી. - Divya Bhaskar
ધાનેરાના સામરવાડા નજીક રસ્તાની માંગને લઇ ગ્રામજનોએ ચક્કાજામ કર્યો હતો. જેને લઇ દોડધામ મચી ગઇ હતી.
 • હાઇવે નજીક ડાયવર્જન અપાતાં સિંગલ પટ્ટી માર્ગ તૂટી ગયો હોઇ વાહન ચાલકો પરેશાન

ધાનેરા તાલુકાના સામરવાડા ગામને સાંકળતો માર્ગ તૂટી ગયો છે. જે નવો બનાવવા માટે માંગ ઉઠી છે. જોકે, તંત્ર દ્વારા કોઇ નક્કર કામગીરી કરવામાં આવતી ન હોઇ મંગળવારે ગ્રામજનોએ ચક્કાજામ કર્યો હતો. જ્યાં પોલીસની સમજાવટના પગલે મામલો થાળે પડ્યો હતો. ધાનેરા હાઇવેનું કામ ચાલુ હોવાથી સામરવાડા ગામથી ડાયવર્જન આપવામાં આવ્યું હતું. જેના કારણે સિંગલપટ્ટી રોડ તૂટી જતા ગામલોકો અને વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે.

આ અંગે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં રસ્તો ન બનતા મંગળવારે બીજી વાર ગ્રામજનોએ ચક્કાજામ કર્યો હતો. જેના પગલે હાઇવે ઉપર વાહનોની લાંબી કતારો લાગી હતી. જે બાબતે સ્થાનિકો અને ધાનેરા પોલીસ વચ્ચે પણ ચકમક ઝરી હતી.ચક્કાજામ ના કારણે હાઇવે પર વાહનો ની લાંબી કતાર લાગી હતી.પોલીસ દોડતી થઈ હતી. જ્યાં ધાનેરા પી.એસ આઈ ધાસુરા સ્ટાફ સાથે દોડી લોકોને સમજાવતા આખરે મામલો થાળે પડ્યો હતો. અને ગ્રામજનોએ રસ્તો ખાલી કરતાં વાહન વ્યવહાર પૂર્વવત્ત કરાયો હતો.જેને લઈ રાહત થઈ હતી.

ધારાસભ્ય નથાભાઈ ચક્કાજામમાં જોડાયા
ચક્કાજામ દરમિયાન ધાનેરાના ધારાસભ્ય નથાભાઇ પટેલ ત્યાંથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે લોકોએ તેમને ઉગ્ર રજૂઆત કરી હતી. આથી ધારાસભ્ય એ નીચે ઉતરીને ચક્કાજામમાં જોડાયા હતા. અને તંત્ર તેમજ સરકારની અણઘડ નીતિઓના કારણે રસ્તો ન થતો હોવાનું જણાવીને લોકોની સાથે હોવાનું જણાવી આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની વાત દોહરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો