અકસ્માત:ધાનેરાના કોટડા ગામ પાસે ડમ્પરની ટક્કર વાગતાં બાઇક ચાલકનું મોત

ધાનેરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાઈક ડમ્પર નીચે ફસાતાં એક કિલોમીટર સુધી ઘસડાયું

ધાનેરાથી સાંચોર હાઇવે ઉપર રવિવારે ડમ્પર ચાલકે બાઇક ચાલકને ટક્કર મારતાં થાવર ગામના આશાસ્પદ યુવકનું મોત નિપજ્યું. રેતી ભરેલા ડમ્પર ચાલક બાઇકને ટક્કર મારી ફરાર થઇ ગયો હતો. બાઇક ડમ્પર નીચે ફસાતાં એક કિલોમીટર સુધી ઘસડાયું હતું.+

ધાનેરાથી રાજસ્થાનના સાંચોર જતા હાઇવે પર ધાખા અને નેનાવા વચ્ચે રવિવારે પૂરઝડપે જતા રેતી ભરેલા ડમ્પરે બાઇકને ટક્કર મારતા બાઇક સવાર યુવક નીચે પટકાયો હતો. જેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. ડમ્પરની સ્પીડ એટલી ઝડપી હતી કે બાઈક ખેંચાઈને એક કિલોમીટર સુધી ઘસડાયું હતું. અકસ્માત બાદ ડમ્પર ચાલક નાસી છૂટયો હતો. ઘટનાની જાણ થતાં ધાનેરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતકની ઓળખ કરતા મૃતક ધાનેરા તાલુકાના થાવર ગામના પ્રવીણભાઈ ભીલ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી ડમ્પર ચાલકને ઝડપવાની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...