તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:ધાનેરા માર્કેટયાર્ડના ચેરમેન તરીકે ભૂરાભાઈ પટેલ ફરીથી ચૂંટાયા

ધાનેરા12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વાઈસચેરમેન માનસિંહ ભીખાજી વાઘેલા બિનહરિફ

ધાનેરા માર્કેટયાર્ડના ચેરમેનની ચૂંટણી 1 એપ્રિલને ગુરુવારના રોજ માર્કેટયાર્ડના સભાખંડમાં યોજી હતી. જેમાં માર્કેટયાર્ડમાં ચૂંટાયેલા 16 પ્રતિનિધિઓ અને તેની સાથે એક નગરપાલિકા પ્રતિનિધિ તેમજ 2 સરકારી પ્રતિનિધિ મળી કુલ 19 સભ્યો હાજર રહ્યા હતા. જેમાં ચેરમેન માટે ભૂરાભાઈ નાથાભાઇ આંજણા પટેલ તથા દઝાભાઈ પ્રેમાભાઈ પટેલ દ્વારા ઉમેદવારી કરી હતી. જેમાં ભૂરાભાઈ પટેલને 15 મતે વિજેતા જાહેર થતાં હતા.

જ્યારે વાઈસ ચેરમેન તરીકે માત્ર એક જ ફોર્મ માનસિંહ ભીખાજી વાઘેલાનું રજૂ થતા તેમને બિનહરીફ વિજેતા જાહેર કર્યા હતા. જેથી ચેરમેન તરીકે ભૂરાભાઈ પટેલ ફરીથી ચેરમેન તરીકે બિરાજમાન થતા વેપારી તેમજ ખેડૂત વર્ગમાં આનંદ જોવા મળ્યો હતો અને લોકો તેમને અભિનંદન પાઠવવા માટે ઉમટી પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો