તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:મુખ્યમંત્રીને રજૂઆત કરવા જતાં બનાસકાંઠાના ખેડૂતોની ધરપકડ

ધાનેરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બનાસકાંઠામાં ભૂગર્ભ જળ ખૂટી જતાં ખેડૂતોના પાણી માટે વલખાં

બનાસકાંઠા જીલ્લામાં પાણીની સમસ્યા હોઇ કેટલાક ખેડૂતો સોમવારે મુખ્યમંત્રીને રજૂઆત કરવા જતાં ગાંધીનગર પોલીસ દ્વારા ખેડૂત આગેવાનોની ધરપકડ કરાઇ છે. બનાસકાંઠા જીલ્લામાં દાંતીવાડા ડેમ, સીપુ ડેમ, મોકેશ્વર ડેમ આમ ત્રણ મોટા ડેમ આવેલ છે પરંતુ બનાસકાંઠા જીલ્લામાં પાણીના ભૂગર્ભ જળ તળમાં ખૂટી ગયા છે. પાણીની સમસ્યા હોઇ ખેડૂતો મુખ્યમંત્રીને રજૂઆત કરવા સોમવારે ગાંધીનગર જતાં પોલીસ દ્વારા ખેડૂત આગેવાનોની ધરપકડ કરાઇ હતી.

જેમાં જીલ્લાના વિવિધ કિસાન સંગઠનના હોદ્દેદારો જતા ગાંધીનગર સચિવાલયના ગેટ નંબર-1 ઉપરથી વી.કે.કાગ જીલ્લા પ્રમુખ રાષ્ટ્રીય કિસાન સંગઠન, બનાસકાંઠા જીલ્લા પ્રભારી અમરાભાઈ ચૌધરી, જીલ્લા મહામંત્રી ભરતભાઈ કરેણ, જીલ્લા યુવા પ્રમુખ દોલાભાઈ ખાગડા, પ્રદેશ ઉપાધ્યક્ષ કાળુભાઇ તરક, ધાનેરા તાલુકા પ્રમુખ શંકરભાઈ વાગડા, ધરતી પુત્ર કિસાન ટ્રસ્ટના ઇ.ચા.નટુભાઇ પટેલ વિગેરેની ગાંધીનગર સેક્ટર પોલીસ દ્વારા ઘરપકડ કરવામાં આવી હતી.

આ અંગે ખેડૂત વી.કે.કાગ જણાવ્યું હતું કે ‘ચોમાસું સમય વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત કોરોના વચ્ચે દાઝયા ઉપર ડામ દેવા જેવી થયેલ છે. અને ખેડૂતો દ્વારા પિયત કરી વાવણી કરેલ તે પણ પાણી વરસાદ અને પાણીના અભાવે નાશ પામી રહ્યો છે. તેથી ખેડૂતો દ્વારા ખેડ, ખાતર અને બિયારણની ખરીદી કરી વાવણી કરેલ તે પણ પાક નિષ્ફળ ગયેલ છે. દાંતીવાડા ડેમનું પાણી બનાસ નદીમાં નાખી બનાસ નદી જીવંત કરવા માંગણી કરી છે.’

અન્ય સમાચારો પણ છે...