તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદન:બાજરીના પૂરતા ભાવ આપવા કિસાન સંઘનું કલેક્ટરને આવેદન

ધાનેરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાવ ન મળવાના કારણે ખેડૂતોને બાજરી પશુઓને ખવડાવવા મજબુર

બાજરીનો ભાવ ન મળવાના કારણે ખેડૂતોને બાજરી અંતે પશુઓને ખવડાવવાના દિવસો આવી રહ્યા છે. જેને લઇ કિસાન સંઘ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપી બાજરીના પુરતા ભાવ આપવા માંગ કરાઇ હતી.બનાસકાંઠા જીલ્લામાં ઉનાળું અને ચોમાસામાં મોટા પ્રમાણમાં બાજરીનો પાક થાય છે. આ ઉનાળાની કાળઝાળ ગરમીમાં ખેડૂતો પોતાનો પસીનો પાડીને આ બાજરીનો પાક પકવે છે. પરંતુ જ્યારે પાક બજારમાં આવે છે ત્યારે તેના ભાવ ન મળવાના કારણે ખેડૂતોને બાજરી અંતે પશુઓને ખવડાવવાના દિવસો આવી રહ્યા છે.

ત્યારે ભારતીય કિસાન સંઘ દ્વારા બનાસકાંઠાના કલેકટરને આવેદનપત્ર આપીને માંગણી કરી હતી કે જગતનો તાત 45 ડીગ્રી તાપમાનમાં પોતાના ખેતરમાં બાજરીનો પાક પકવે છે અને જ્યારે આ મહામુલો પાક માર્કેટમાં પહોંચે છે ત્યારે તેના પુરતા ભાવ ન મળવાના કારણે હતાસ થવું પડી રહ્યું છે. આ અંગે કિસાન સંઘના બનાસકાંઠાના પ્રમુખ વિરમાભાઇ કાગે જણાવ્યું હતું કે ‘એક તરફ સરકાર મોટા-મોટા ખેડૂતોને સધ્ધર કરવાના દાવા કરે છે અને બીજી તરફ ડીઝલ, ખાતર, બિયારણ તેમજ અન્ય સાધન સામગ્રીમાં ભાવ વધારા કરીને ખેડૂતોને લૂંટી રહી છે. જો ખેડૂતોને પોષણક્ષમ ભાવ નહીં મળે તો ખેડૂતોને એ દિવસો દૂર નથી કે આત્મહત્યા કરવી પડે.’

અન્ય સમાચારો પણ છે...