અકસ્માત:ધાનેરા-થરાદ હાઇવે પર જીપડાલા અને રિક્ષા ટકરાતાં રિક્ષામાં સવાર વૃદ્ધાનું મોત,2 ઘાયલ

ધાનેરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
જીપડાલા અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં રિક્ષાનો કચ્ચરઘાણ. - Divya Bhaskar
જીપડાલા અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં રિક્ષાનો કચ્ચરઘાણ.
  • ડાલાનો ચાલક ડીઝલ ભરાવી રોંગ સાઇડ રોડ પર ચડતા સરાલ પાટિયા પાસે અકસ્માત

ધાનેરા-થરાદ હાઇવે ઉપર સરાલ પાટિયા પાસે શનિવારે મોડી રાત્રે જીપડાલા ચાલક ડીઝલ ભરાવી રોંગ સાઇડ રોડ ઉપર ચડતાં સામેથી આવતી રિક્ષાને ટક્કર મારતાં રિક્ષામાં બેઠેલા વૃદ્ધાનું મોત નિપજ્યું હતું. જ્યારે બે લોકોને ગંભીર ઇજાઓ થતાં તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જીપડાલા ચાલક અકસ્માત કરી ફરાર થઇ ગયો હતો.

સરાલ પાટિયા પાસે શનિવારની રાત્રીના સમયે પેટ્રોલ પંપ ઉપરથી જીપડાલા ચાલક ડીઝલ ભરાવી રોંગ સાઇડે રોડ ઉપર બહાર નિકળ્યો હતો. ત્યારે થરાદ તરફથી ધાનેરા તરફ આવતી રિક્ષાને ટક્કર મારતાં રિક્ષામાં બેઠેલા થરાદ તાલુકાના સિધોતરા ગામના કંકુબેન હેંગોળાભાઇ ઠાકોર (ઉં.વ.58)નું મોત નિપજ્યું હતું. જ્યારે અશોકભાઇ મીઠાભાઇ ઠાકોર (ઉં.વ.40) તથા શંભુભાઇ હેગોળાભાઇ ઠાકોર (ઉં.વ.40)ને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડ્યા હતા. આ અંગે ધાનેરા પોલીસે ફરાર જીપડાલા ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...