આક્ષેપ:ધાનેરાના ખિંમતમાં ખોટા બેલેટ રાખી ગણતરી કરી ઉમેદવારને વિજેતા જાહેર કર્યાનો આક્ષેપ

ધાનેરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણી અધિકારીની મિલીભગતથી ખોટુ કર્યું હોવાના આક્ષેપો સાથે કોર્ટમાં ફરિયાદ

ધાનેરા તાલુકાના ખિંમત ગામની ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી 21 તારીખના રોજ કોલેજ ખાતે યોજાઈ હતી પરંતુ આ મતગણતરીમાં ચૂંટણી અધિકારી તેમજ રાજકીય લોકોએ ખોટા બેલેટ રાખીને ગણતરી કરીને ઉમેદવારને ખોટી રીતે વિજેતા જાહેર કરતાં હારનાર ઉમેદવારે ધાનેરા કોર્ટમાં ફરીયાદ દાખલ કરી છે.

ધાનેરાના ખિંમત ગ્રામ પંચાયતની મતગણતરી 21 ડીસેમ્બરના રાત્રે 10 વાગે શરૂ કરી હતી અને રાત્રીના 3 વાગે પુરી થઇ હતી. જેમાં રીકાઉન્ટીંગ કે કોઇની ફરીયાદ ચૂંટણી અધિકારી દ્વારા સાંભળવામાં ન આવતા અંતે અરજદારે ધાનેરા કોર્ટમાં ફરીયાદ દાખલ કરી છે.

ધાનેરા મે.પ્રિન્સીપાલ સિવીલ જજની કોર્ટમાં 5 જાન્યુઆરી-2022ના રોજ ફરિયાદ દાખલ કરી હતી અને તેમાં અરજદાર સમુભા પનજી ઠાકોર પોતે સરપંચના ઉમેદવાર હતા અને તેઓએ આ અરજીમાં જણાવ્યું હતું કે ખિંમત ગ્રામ પંચાયતના ચૂંટણી અધિકારી અને ધાનેરા તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી ડી.કે.ગોસ્વામી તથા તેમના મળતીયાઓ દ્વારા મોડી રાત્રે મત ગણતરી કરી હતી અને આ ગણતરીમાં જરૂરીયાત કરતાં વધારે લોકોને ગણતરીમાં લાવેલ અને મત ગણતરી એજન્ટોને પણ ના દેખાય તે રીતે મતગણતરી હાથ ધરી હતી.

જેમાં પણ મત પેટીમાં ન હોય તેવા ફ્રેસ બેલેટ પેપર જોવા મળતા વિરોધ નોંધાવવા છતાં તે ગણત્રીમાં લીધેલ અને આ પેટીઓ વોર્ડવાઇઝ હોવા છતાં તમામ ભેગા કરી દીધા અને આ બાબતે ખોટી રીતે તેમના મળતિયા ઉમેદવારને જીતાડ્યા હતા. આ બાબતે રીકાઉન્ટીંગ માંગવા છતાં આપેલ નહી અને આ અધિકારીએ ખોટી રીતે મતગણતરી કરેલ હોવાથી તેની ફરીથી મતગણતરી કરવા અપિલ દાખલ કરી છે.

આમની સામેે અરજી
ચૂંટણી અધિકારી ખિંમત અને વિસ્તરણ અધિકારી (તા.પં.)
વદનસિંહ ડાહ્યાજી ઠાકોર (જીતેલા ઉમેદવાર)
ઝાલાભાઇ રુડાભાઇ રબારી (હારેલા ઉમેદવાર)
તેજુભા શાંતુજી ઠાકોર (હારેલા ઉમેદવાર)
વાદળસિહ ધુંખલજી ઠાકોર (હારેલા ઉમેદવાર)
ખિંમત ગ્રામ પંચાયત (ત.કમ.મંત્રી)

અન્ય સમાચારો પણ છે...