તપાસ:ધાનેરાના કોટડા ગામ પાસે જીપ ચાલકે બાઇકને ટક્કર મારતાં વેપારીનું મોત

ધાનેરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
મોતને ભેટેલા પ્રકાશભાઇ પટેલની ફાઈલ તસવીર - Divya Bhaskar
મોતને ભેટેલા પ્રકાશભાઇ પટેલની ફાઈલ તસવીર
  • જીપચાલક બાઇકને ટક્કર મારી ફરાર, પોલીસે તપાસ હાથ ધરી

ધાનેરા-સાંચોર હાઇવે ઉપર કોટડા (ધા) ગામ પાસે રવિવારે ધાનેરાથી સાંચોર તરફ જતી એક જીપના ચાલકે બાઇકને અડફેટે લેતા બાઇક સવાર બન્ને યુવકોને ગંભીર ઇજાઓ થવા પામી હતી જેમાં વેપારી યુવકનું મોત નિપજ્યું હતું.સોતવાડા ગામના બે વેપારી યુવકો રવિવારે ઉઘરાણી કરીને આવી રહ્યા હતા.ત્યારે ધાનેરા-સાંચોર હાઇવે ઉપર કોટડા ગામ પાસે એક જીપના ચાલકે આ બાઇકને અડફેટે લીધું હતું. જેથી બન્ને બાઇક સવારને ગંભીર ઇજાઓ થતાં 108 માં બન્ને યુવકોને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા.

પરંતુ બન્ને યુવકોની હાલત ગંભીર જણાતાં તેમને તાત્કાલીક ડીસા ખાતે રીફર કરવામાં આવ્યા હતા .જેમાં પ્રકાશભાઇ ગગદાભાઇ પટેલ (ઉં.વ.35,રહે.સોતવાડા) નું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે તેની સાથે રહેલ અમરતભાઇ જેઠાભાઇ પટેલ (ઉં.વ.32,રહે.સોતવાડા) ને પગ ઘુંટાણથી નીચે કપાવવાની નોબત આવી હતી. જેથી આ બાબતે ધાનેરા પોલીસ દ્વારા અકસ્માત સર્જનાર જીપ ગાડીની તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે આ યુવાન વેપારીનું મોત થતાં સમગ્ર ચૌધરી સમાજ અને સોતવાડામાં શોકની લાગણી જોવા મળી હતી.અંતીમવિધીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...