વીજ પુરવઠો બંધ:ધાનેરાના હુસેનીચોકમાં શોર્ટસર્કિટથી વીજડીપીમાં આગ લાગતાં બળી ગઈ

ધાનેરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ધાનેરાના હુસેનીચોક ખાતે રવિવારે બપોરના સમયે વીજ ડીપી ફ્યુઝ બોક્ષમાં અચાનક શોર્ટસર્કિટ સર્જાઇ હતી અને કડાકા-ભડાકા સાથે આગ ભભૂકી ઉઠી હતી. આ આગને લઇ સ્થાનિક લોકોમાં ભારે ભય ફેલાયો હતો.સ્થાનિક લોકો દ્વારા સ્થાનિક તંત્રનો સંપર્ક કરતા વીજ પુરવઠો બંધ કરાયો હતો અને તે બાદ પાલિકાનું ફાયર ફાયટર ઘટના સ્થળે આવી આગ પર કાબુ મેળવ્યો હતો.

આગમાં વીજ ડીપીનું ફ્યુઝ બોક્સ બળીને ખાખ થઇ જવા પામ્યું હતું. તો બીજી તરફ સદનસીબે કોઇ જાનહાની ન સર્જાતા તંત્ર તેમજ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ અંગે સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે ‘વધુ પડતા લોડના કારણે વારંવાર આ જગ્યા પર આગના બનાવો બને છે.

અન્ય સમાચારો પણ છે...