તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:ધાનેરા તાલુકા પંચાયતની જર્જરિત કચેરીમાં પોપડાં ખરી પડતાં એક અરજદાર ઘાયલ

ધાનેરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ધાનેરા તાલુકા પંચાયતમાં સોમવારે ચાલુ કચેરીએ પોપડા પડતાં એક વ્યક્તિને ઇજા થઈ હતી. - Divya Bhaskar
ધાનેરા તાલુકા પંચાયતમાં સોમવારે ચાલુ કચેરીએ પોપડા પડતાં એક વ્યક્તિને ઇજા થઈ હતી.
  • છેલ્લા પાંચ વર્ષથી કચેરીમાં પોપડાં પડવા છતાં પણ કોઇ જ કાર્યવાહી નહી

ધાનેરાની જર્જરિત તાલુકા પંચાયતમાં સોમવારે બપોરે મદદનીશ તાલુકા વિકાસ અધિકારીની ચેમ્બરની સામેના રૂમના ભાગે અચાનક છતના પોપડા પડતાં નીચે બેઠેલા એક અરજદારને માથામાં પોપડું વાગ્યું હતું. જેથી તેને 108 મારફત સરકારી દવાખાને ખસેડાયો હતો.

તાલુકા પંચાયત કચેરી છેલ્લા પાંચ વર્ષથી ખંડેર બની જવા પામી છે અને ચોમાસામાં છત ઉપરથી પાણી ટપકવાથી કચેરીમાં ક્યાંય બેસવું પણ મુશ્કેલ બન્યું છે. તેમજ કચેરીમાં પડેલા રેકર્ડ પણ પાણીમાં પલળી જતા હોય છે. અવાર-નવાર છતના પોપડા પણ પડતા હોય છે. પરંતુ આ નવિન કચેરી બનાવવા બાબતે સરકાર દ્વારા કોઇજ તજવીજ કરવામાં આવતી નથી. સોમવારે બપોરે 1 વાગ્યાના સુમારે મદદનીશ તાલુકા વિકાસ અધિકારીની ચેમ્બરની સામેના રૂમના ભાગે અચાનક છતના પોપડા પડ્યા હતા અને ત્યાં બેઠેલા એક અરજદારને માથામાં પોપડું વાગ્યું હતું. જેથી તેને 108 મારફત સરકારી દવાખાને લઇ જવામાં આવ્યો હતો. જ્યારે એક કર્મચારી માત્ર થોડા બચી ગયા હતા.

આ સિવાય પણ અન્ય વિભાગની રૂમોમાં પાણી ટપકતા હોવાથી કર્મચારીઓને બેસવું પણ મુશ્કેલ બન્યુ છે. આ અંગે મદદનીશ તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે ‘આ બાબતે અમોએ ઉપરી કચેરી ખાતે પણ અવાર-નવાર રીપોર્ટ કરેલા છે અને ગત વર્ષે તાલુકા વિકાસ અધિકારી દ્વારા આખા બિલ્ડીંગના ધાબા ઉપર તાડપત્રી નાંખવામાં આવતા પાણીની સમસ્યા બંધ થવા પામી હતી અને ફરી આ સમસ્યા ઉભી થવા પામી છે.’ સરકાર દ્વારા ધાનેરા તાલુકાને અન્યાય કરવામાં આવી રહ્યો છે તેમ મનજીભાઈ પટેલે જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...