તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાર્થક પ્રયાસ:ધાનેરાના સામરવાડા ગામે નંદનવન બનાવવાનો સાર્થક પ્રયાસ, 600 વાવેલા ઝાડ પૈકીના 565 નો સફળ ઉછેર

ધાનેરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
બનાસડેરીના ડીરેક્ટર દ્વારા સામરવાડામાં ગૌશાળાની મુલાકાત. - Divya Bhaskar
બનાસડેરીના ડીરેક્ટર દ્વારા સામરવાડામાં ગૌશાળાની મુલાકાત.
  • ગ્રામજનો તથા બનાસડેરીના સહયોગથી ગત વર્ષે 600 ઝાડવા વાવવામાં આવ્યા હતા

બનાસકાંઠા જિલ્લાને હરીયાળુ બનાવવા માટે બનાસડેરી દ્વારા કામગીરી બે વર્ષથી હાથ ધરવામાં આવેલ એના અનુસંધાને સામરવાડા ડેરી અને ગૌશાળા દ્વારા 600 ઝાડ વાવ્યા હતા. જેમાંથી 565 નો સફળ ઉછેર કરવામાં આવતા બનાસડેરીના ડિરેકટર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.સામરવાડા ખાતે શ્રી મહાદેવ ગૌશાળા આવેલ છે અને આ ગૌશાળામાં ગ્રામજનો તથા બનાસડેરીના સહયોગથી ગત વર્ષે 600 ઝાડવા વાવવામાં આવ્યા હતા.

જેમાં 200 જેટલા લીમડા તેમજ તે સિવાય 400 ફળાઉ તથા જંગલી ઝાડ વાવવામાં આવ્યા હતા અને આ ઝાડને ઉછેરવા માટે ગૌશાળાના ટ્રસ્ટીઓએ તમામ ઝાડને પાણી મળી રહે તે માટે ટપક લગાવી હતી. આ 600 ઝાડ પૈકીના 565 ઝાડ આજે પણ ગૌશાળાની શોભા વધારી રહ્યા છે. આ ગૌશાળાના સંચાલકો દ્વારા ગાયોની સાથે સાથે જે નંદનવન બનાવવાનો નિર્ધાર કર્યો હતો. જેથી બનાસડેરીના ધાનેરાના ડિરેક્ટર જોઇતાભાઇ પટેલે મુલાકાત લઇને તમામને બિરદાવ્યા હતા અને બાકીની જે જમીન છે તેમાં પણ પીંપળવન બનાવવા માટે જે જરૂર પડશે તે મદદ કરવાની ખાત્રી આપી હતી.

આ પ્રસંગે ડિરેક્ટર જોઇતાભાઇ પટેલ, મુખ્યદાતા મફાભાઇ પટેલ, દિનેશભાઇ ચૌધરી, દિનેશભાઇ પટેલ(વકીલ), ગજાભાઇ પટેલ (ડેરીના મંત્રી), માસુંગભાઇ પટેલ (વકીલ), ગૌસેવક હિંમતભાઇ તેમજ ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...