કાર્યવાહી:ધાનેરાના ધાખા પાસે 251 ગ્રામ અફીણ રસ સાથે શખ્સ ઝબ્બે

ધાનેરા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રૂ.25,100નું અફીણ, બાઈક સહિત રૂ.65,100નો મુદ્દામાલ સાથે રાજસ્થાનનો શખ્સ ઝબ્બે

ધાનેરા તાલુકાના ધાખા નજીકથી પોલીસે બાઇક ઉપર અફીણનો જથ્થો લઇને જઇ રહેલા શખ્સને ઝડપી લીધો હતો. જેની પાસેથી રૂપિયા 25,100ની કિંમતનો 251 ગ્રામ અફીણ રસ તેમજ બાઇક સહિત કુલ રૂપિયા 65,100નો મુદ્દામાલ કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ધાનેરા પોલીસની ટીમે હડતાથી કોટડા જવાના માર્ગ ઉપર વોચ ગોઠવી હતી. જ્યાં આવેલા નંબર પ્લેટ વગરના બાઇક ચાલકને ઉભો રહેવાનો ઇશારો કર્યો હતો. જોકે, તેણે બાઇક ભગાવી મુક્યું હતુ. જેનો પીછો કરી ધાખા નજીક ઝડપી લેવામાં આવ્યો હતો.

બાઇક ચાલક રાજસ્થાનના જાલોર જિલ્લાના રાણીવાડા તાલુકાના મોખાતરા ગામના બાબુરામ રામચંદ વિશ્નોઇની તલાસી લેવામાં આવતાં તેની પાસેથી રૂપિયા 25,100ની કિંમતનો 251 ગ્રામ અફીણ રસ મળી આવ્યો હતો. આ અંગે તેની પાસેથી રૂપિયા 5000નો મોબાઇલ ફોન, રૂપિયા 35,000નું બાઇક મળી કુલ રૂપિયા 65,100નો મુદ્દામાલ કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...