ફરિયાદ:ધાનેરામાં બિનપ્રમાણીત ખાતર વેચનાર વેપારી અને કંપની સામે ફરિયાદ નોંધાઈ

ધાનેરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 20 દિવસ અગાઉ રેડ કરી 95 બોરી ખાતરનો જથ્થો ઝડપ્યો હતો

ધાનેરા તાલુકામાં ખાતરના વેચાણ કરનાર લોકો ભળતા નામથી બીન પ્રમાણીત ખાતર તેમજ બીયારણ વેચતા હોવાની અગાઉ પણ બુમરાડ ઉઠવા પામી હતી. પરંતુ શુક્રવારે ખેતીવાડી વિભાગની ટીમના સ્ક્વોર્ડ દ્વારા ધાનેરા ખાતે તપાસ હાથ ધરીને એક વેપારીને ત્યાંથી 95 બોરી બીનપ્રમાણીત ખાતરનો જથ્થો જપ્ત કરીને વિક્રેતા તેમજ ઉત્પાદક પેઢી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

23 નવેમ્બરના રોજ ખેતીવાડીની સ્કવોર્ડની ટીમમાં સંયુક્ત ખેતી નિયામક મહેસાણા, નાયબ ખેતી નિયામક અરવલ્લી, નાયબ ખેતી નિયામક બનાસકાંઠા, મદદનીશ ખેતી નિયામક મહેસાણા તથા અન્ય અધિકારીની ટીમ દ્વારા ધાનેરામાં ખાતર બાબતે તપાસ હાથ ધરવામાં આવેલ અને તે દરમિયાન ધાનેરા ગંજ રોડ ઉપરની શ્રધ્ધા એગ્રો સેન્ટર ખાતે તપાસ હાથ ધરતાં તેમને ત્યાં ગોડાઉનમાં રાસાયણિક ખાતર મિક્સર ઓફ જેનુ ઉત્પાદક કરનાર “ક્રોપ્સ સરદા” બ્રાન્ડની છાપવાળો રાસાયણિક ખાતરનો જથ્થો 50 કિલોની 95 બેગ મળી આવી હતી. અને તેના સેમ્પલ લેવામાં આવ્યુ હતું અને આ સેમ્પલ ખેતીવાડીની ગાંધીનગરની પ્રયોગશાળામાં મોકલવામાં આવતા બીન પ્રમાણીત જાહેર થયા હતા. રીપોર્ટ આવતા ધાનેરાના ખેતી અધિકારી એ.જે.રાવલ દ્વારા ધાનેરા પોલીસ મથકે શ્રધ્ધા એગ્રો સેન્ટરના લાયસન્સ ધારક ઇદ્રીશભાઇ અહેમદભાઇ મેમણ (રહે.ધાનેરા) તથા ઉત્પાદક પેઢી ક્રોપ્સ ફર્ટીલાઇઝર, વિશાલા એસ્ટેટ, રોયલ હોટલની પાછળ, ઓઢવ-અમદાવાદવાળા સામે ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ધાનેરા પોલીસે તપાસનો ધમધમાટ ચાલુ કર્યો છે.

ખાતરના સેમ્પલ બિનપ્રમાણીત થયેલ છે
‘શ્રધ્ધા એગ્રો સેન્ટરમાંથી જે ક્રોપ્સ સરદાવાળા માર્કાવાળી બેગના જે સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે નમુનાને ગાંધીનગર લેબમાં મુકવામાં આવેલ અને તેના રીપોર્ટ પ્રમાણે નમુનામાં TOTAL N-20% ના બદલે 1.68%, AVAILABLE P205 20% ના બદલે 2.90% તથા વોટર સોલ્યુબલ P205 17% ના બદલે 1.25% નિકળતા નમુના બીન પ્રમાણિત જાહેર થતાં શુક્રવારે વેચાણ કરનાર દુકાનદાર તેમજ ઉત્પાદન કરનાર પેઢી સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. તેમજ તપાસ સમયે તેની પાસે બીલ ન હતા તેમજ ખેડૂતોને વગર બીલે માલનું વેચાણ કરતો હતો. - એ.જે.રાવલ (ખેતી અધિકારી)

અન્ય સમાચારો પણ છે...