તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ધાનેરાના જનાલી ગામ પાસેથી વિદેશી દારૂ ભરેલ કાર ઝડપાઇ

ધાનેરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

ધાનેરાના જનાલી ગામ પાસેથી વિદેશી દારૂ ભરેલ કારને પોલીસે ઝડપી બેની અટકાયત કરી હતી.થરાદ નાયબ પોલીસ અધિક્ષક પુજા યાદવ દ્વારા તેમના વિસ્તારમાં દારૂ બંધ કરાવવા માટે ખાસ સુચના આપવામાં આવતા ધાનેરાના પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમો હતો. ત્યારે બાતમી મળી કે રાજસ્થાનથી એક ઇકો ગાડીમાં દારૂ આવે છે.

જેથી પોલીસે જનાલી ત્રણ રસ્તા ઉપર નાકાબંધી કરતાં રાજસ્થાન તરફથી આવતી ઇકો ગાડી નંબર જીજે-18-બીડી-6505 ને ઉભી રખાવી તપાસ કરતાં તે ઇકો ગાડીમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-60 કિંમત રૂ.38,340, ઇકો ગાડીની કિંમત રૂ.2,00,00 તથા મોબાઇલ ફોન નંગ-2 કિંમત રૂ.10,000 મળી કુલ કિંમત રૂ.2,48,340 ના મુદ્દામાલ સાથે ભાવેશભાઇ ખેંગારભાઇ રબારી (ખટાણા) (રહે.પાસવાળ, ઝાત-ભાડલી, તા.દાંતીવાડા), રત્નાભાઇ મગાભાઇ રબારી (રહે.ઝાત ભાડલી, તા.દાંતીવાડા) ને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

    વધુ વાંચો