કાર્યવાહી:જોરાપુરા ગામ પાસેથી રૂ.1.43 લાખ દારૂની ભરેલી કાર ઝડપાઈ

ધાનેરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એલસીબીએ એક શખસને ઝડપી લીધો તો બીજો ફરાર

સાંકડ ગામ પાસે એલસીબીની ટીમે પીછો કરીને જોરાપુરા ગામ પાસેથી ગાડીને ઝડપી પાડી હતી. જેમાંથી 1088 બોટલ દારૂ મળી આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.એલસીબીની ટીમ સાંકડ પાસે પેટ્રોલીંગમાં હતી. ત્યારે બાતમી મળી કે ધાખા તરફથી એક કાર દારૂ ભરીને સાંકડ ગામ તરફ આવે છે. જેથી પોલીસ કર્મીઓએ રસ્તા ઉપર આડાસ કરીને આવતી કાર નંબર જીજે-11-એએસ-4578 ગાડીને ઉભી રખાવવાની કોશિષ કરી હતી પરંતુ આ દારૂ ભરેલ ગાડી ચાલક ગાડી સાઇડમાંથી ભગાડી જતાં પોલીસે પીછો કરી ઝડપાઇ જવા પામી હતી.

પોલીસે ગાડીની તપાસ કરતાં દારૂની 1088 બોટલ મળી આવી હતી. રૂ.1,43,930 તથા કાર રૂ.3,00,000 મળીને રૂ. 4,43,930 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ગાડીમાંથી પકડાયેલ ઇસમ બુધારામ હરીરામ વિશ્નોઇ (રહે.રાજ.) તથા ગાડી ચાલક ભાગી ગયો તે લીલારામ લસારામ રબારી (રહે.રાજ.) તેમજ દારૂ ભરાવનાર ગોળાસણ દારૂના ઠેકાના માલિક સામે ફરીયાદ નોંધી હતી.

અન્ય સમાચારો પણ છે...