અકસ્માત:ધાનેરાના જડીયા પાસે જીપની ટક્કરે શેરગઢ ગામના બાઇક ચાલકનું મોત

ધાનેરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
અકસ્માતમાં ભોગ બનનાર યુવકની ધાનેરા સરકારી હોસ્પીટલ ખાતે લવાયો હતો. - Divya Bhaskar
અકસ્માતમાં ભોગ બનનાર યુવકની ધાનેરા સરકારી હોસ્પીટલ ખાતે લવાયો હતો.

ધાનેરા તાલુકાના જડીયા ગામ પાસે આવેલ પેટ્રોલ પંપ નજીક એક જીપ ચાલકે બાઇક સવારને અડફેટે લેતાં યુવકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે જીપ ચાલક ફરાર થઇ ગયો હતો. જેથી મૃતકને પોસ્ટમોર્ટમ માટે ધાનેરા સરકારી હોસ્પિટલ ખાતે લવાયો હતો.

ધાનેરા તાલુકાના જડીયા ગામ પાસે સોમવાર એક જીપ ચાલકે બાઇકને અડફેટે લીધું હતું. જેથી બાઇક સવારને ગંભીર ઇજાઓ થવા પામી હતી. પરંતુ જીપ ચાલક અકસ્માત સર્જીને ભાગી છૂટ્યો હતો. અને આ યુવક રસ્તા ઉપર પડેલ સેવાભાવી લોકોએ પ્રાઇવેટ વાહન મારફત ધાનેરા સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા. ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે આ યુવકને મૃત જાહેર કર્યો હતો. તેની ઓળખ કરતાં આ યુવક ધાનેરાના શેરગઢ ગામનો મહેન્દ્ર નગાભાઇ પટેલ (ઉં.વ.18) હોવાનું જાણવા મળતા લોકોએ તેના પરિવારને જાણ કરી હતી અને યુવકની લાશને પોસ્ટમોર્ટમ માટે મુકવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. શેરગઢ ગામમાં શોકનું વાતાવરણ જોવા મળ્યું હતું. જ્યારે આ બાબતે પોલીસને જાણ કરતાં પોલીસ દ્વારા અકસ્માત સર્જનાર જીપ ચાલકની તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...